ઝુલતાપુલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિએ શાંતિ યજ્ઞ યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પુલ દુર્ઘટનામાં એક મહિનો વીતવા છતાં જવાબદાર સામે કાર્યવાહી ન કરતા ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા

મોરબી : મોરબીની ગોઝારી અને અંત્યત કરુણઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનાની આજે પ્રથમ માસિક પુણ્યતિથિએ આ દુર્ઘટનાના તમામ 135 મૃતકોની આત્માની શાંતિ માટે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા શાંતિ હવનનું આયોજન કરીને હતભાગીઓને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોરબી વિધાનસભા સીટ પરના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે શાંતિ હવન કરી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પુલ દુર્ઘટનામાં એક મહિનો વીતવા છતાં જવાબદાર સામે કાર્યવાહી ન કરતા ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા.

- text

મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના ને આજે પ્રથમ માસિક પુણ્યતિથિ હોય મોરબી માળિયા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા આ દુર્ઘટનાના તમામ મૃતકોની આત્માની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુંટણીની વ્યસ્તતા વચ્ચે જાણે મોરબીની દુર્ઘટના ભૂલાઈ ગઈ હોય તેમ આ ઘટનાનો ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞ કરી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. જેન્તીભાઈ એ આ તકે કહ્યું હતું કે સરકારે મૃતકોના પરિવારજનોને આશ્વાન નથી આપ્યું કે ઘટના બાદ યોગ્ય પગલાં નથી ભર્યા. આ દુર્ઘટનાને એક મહિનો થવા છતાં મુખ્ય જવાબદારોને ઉની આંચ આવી ન હોય સરકાર જવાબદારોને છાવરતી હોવાનું જણાવી તમામ જવાબદાર સામે સરકાર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી હતી.

- text