બ્રિજેશ મેરજા કાલે પરિવાર સાથે ચમનપર ગામે મતદાન કરશે

- text


મોરબી : આવતીકાલે 1 ડિસેમ્બરને ગુરુવારના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે મોરબી-માળીયાના વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા પરિવાર સાથે સવારે 10 વાગ્યે તેમના વતન ચમનપર ગામે મતદાન કેન્દ્રમાં મતદાન કરશે. વધુમાં બ્રિજેશભાઈ મેરજાએ લોકોને આ લોકશાહી પર્વ પર વધુને વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી છે. સાથોસાથ મોરબી ખાતે ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતની માસિક પુણ્યતિથિએ અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

- text

- text