મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં વર્ષ 2012માં સૌથી વધુ સરેરાશ 74 ટકા મતદાન થયું હતું

- text


વર્ષ 1962થી 2107 સુધીની ચૂંટણીઓની મતદાનની ટકાવારીમાં ભારે ઉતાર ચઢાવ

શરૂઆતથી 1990 સુધી સરેરાશ 50થી 60 ટકા બાદ 1995થી 2017 સુધીમાં મતદાનની ટકાવારી 65 થી 74 ટકાએ પહોંચી

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની વર્ષ 1962થી શરૂ થયેલી વિધાનસભાની અત્યાર સુધી 2017 સુધીની ચૂંટણીમાં મતદાનની ટકાવારી જોતા અત્યાર સુધીમાંની ચૂંટણીમાં ભારે ઉતાર ચઢાવ આવ્યા હતા. આઝાદી બાદ લોકશાહી ધીરેધીરે પરિપક્વ થતી હોય ત્યારે મતદારો નિરુત્સાહ હોય એમ 1962ની પ્રથમ ચૂંટણીમાં સરેરાશ 55 ટકાની આસપાસ મતદાન થયું હતું. પછીથી મતદારો જાગૃત થતા 1967થી 1972ની ચૂંટણીમાં 57થી 65 ટકા જેવું ઊંચું મતદાન નોંધાયા બાદ 1980ની ચૂંટણીમાં મતદારોને નેતાઓના વચનો અને લોકશાહીમાં જરાય વિશ્વાસ ન રહ્યો હોય સૌથી વધુ કંગાળ મતદાન થયું હતું.

શરૂઆતની ચૂંટણીઓ બાદ ધીરેધીરે લોકશાહી પરિપક્વ થઈ હોય પણ નેતાઓના વચનો તેમજ 1975ની દેશમાં કોટોકટી બાદ રાજકારણમાં લોકોનો ભરસો ઉઠી જતા અને ત્યારબાદ બેકારી સહિતની સમસ્યાઓની મતદાન પર ઘણી અસર પડી હતી. એટલે વર્ષ 1880માં સૌથી ઓછું 49 ટકા મતદાન થયું હતું.પણ 1985માં પરિસ્થિતિ ધીરેધીરે થાળે પડતા મતદારોના માનસમાંથી પણ ઉશ્કેરાટ ગાયબ થઈ જતા મતદાનની સ્થિતિ ફરી પાટે ચડતા 1985માં સરેરાશ 54 ટકા અને 1990માં સરેરાશ 50થી 60 ટકા મતદાન થયા બાદ મતદાનની ટકવારીનો ગ્રાફ ઉત્તરોતર ઉંચો નોંધતો ગયો. જેમાં વર્ષ 1995માં 65 થી 71 ટકા 1998માં થોડું ઓછું ઘટીને 60થી 65 ટકાએ મતદાન પહોંચી ગયું હતું અને 2002માં 62 ટકા, 2007માં 68 ટકા બાદ 2012માં મતદારો એટલા બધા જાગૃત થયા કે અત્યાર સુધીના રેકોર્ડ તોડીને જંગી મતદાન કરતા આ ચૂંટણી અત્યાર સુધીમાં સૌથી વધુ 74 ટકા મતદાન થયા બાદ છેલ્લે 2017ની ચૂંટણીમાં 2 ટકા મતદાન ઘટતા 71 ટકા જેવું જ મતદાન થયું હતું.

- text

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકના અત્યાર સુધીના મતદાન ટકાવારી

 

વર્ષ   –  મોરબી   –   ટંકારા    –   વાંકાનેર
1962 – 54.29% – 51.79% – 61.75%
1967 – 66.03% – 51.19% – 67.83%
1972 – 57.59% – 53.13% – 59.69%
1975 – 65.76% – 65.31% – 61.43%
1980 – 38.75% – 57.47% – 51.65%
1985 – 54.00% – 62.37% – 65.99%
1990 – 48.00% – 60.24% – 55.69%
1995 – 65.11% – 71.49% – 66.76%
1998 – 60.54% – 66.01% – 68.64%
2002 – 62.44% – 67.91% – 73.56%
2007 – 68.61% – 64.72% – 63.65%
2012 – 73.44% – 76.35% – 74.48%
2017 – 71.74% – 74.50% – 74.89%

- text