લોકો નિર્ભયપણે મતદાન કરે, કોઈ સમસ્યા હોય તો તુરંત પોલીસને જાણ કરે : એસપી

- text


 

મોરબીમાં એસપી સહિતના અધિકારીઓની ફ્લેગ માર્ચ નીકળી

મોરબી : મોરબીમાં એસપી સહિતના અધિકારીઓએ આજે શહેરભરમાં ફ્લેગ માર્ચ યોજી હતી. આ વેળાએ લોકો નિર્ભયપણે મતદાન કરે, કઈ પણ વાંધાજનક લાગે તો તુરંત પોલીસને જાણ કરે તેવી અપીલ એસપી દ્વારા કરાઈ હતી.

વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ હવે ગુરુવારે મતદાન પ્રક્રિયા યોજાનાર છે. આ પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

આ વેળાએ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લામાં 1055 પોલીસ જવાન, 1100 હોમ ગાર્ડ અને જીઆરડી જવાન તેમજ પેરા મિલિટરીની 17 કંપનીના જવાનો ચૂંટણી ફરજ પર રહેવાના છે.

તેઓએ ઉમેર્યું કે ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસે તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. જેના ભાગરૂપે દરેક પોલીસ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ કહ્યું કે ચૂંટણીને ધ્યાને લઇ પાસા, તડીપાર સહિતના 6200 એક્શન પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. 10 જેટલા ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. લોકો ભયમુક્ત રીતે મતદાન કરે, કોઈ પણ તકલીફ પડે તો 112 અને 100 ઉપર સંપર્ક કરે. મતદાર સબંધિત ફરિયાદ કે માહિતી માટે 1950 ઉપર સંપર્ક કરે.

- text

- text