બુકી બજારના મતે મોરબીમાં ભાજપ આગળ, ટંકારામાં લગોલગ

- text


હળવદ અને વાંકાનેર બેઠકના ભાવ હજુ જાહેર નથી થયા, ગુજરાતની તમામ બેઠકોના પણ રોજે રોજ ફરતા ભાવ

મોરબી : બે તબક્કામાં યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈ બુકી બજારમાં ભારે ગરમાવો આવ્યો છે, ક્રિકેટમેચને કોરાણે મૂકી હાલમાં બુકીઓ ચૂંટણી પરિણામના સટ્ટામાં સક્રિય બન્યા છે અને બેઠક દીઠ ભાવ, લીડ, ભાજપ અને કોંગ્રેસના ક્રિકેટની જેમ સેશન તેમજ અન્ય સટ્ટાઓ હાલમાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે બુકી બજારના મતે મોરબીમાં ભાજપનો ઘોડો વીનમાં તો ટંકારામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર હોવાનું ભાવ ઉપરથી ફલિત થઇ રહ્યું છે.

બુકી બજારના અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાની તમામ બેઠકો ઉપરાંત ગુજરાતની 182 બેઠકો માટેના ભાવમાં રોજે-રોજ ઉત્તર-ચડાવ જોવા મળી રહ્યા છે. મોરબી – માળીયા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ત્રણ પૈસાના ભાવ બોલાઈ રહ્યા છે તે જોતા મોરબીમાં ભાજપનો ઘોડો વીનમાં હોવાના અણસાર જોવા મળી રહ્યા છે જયારે ટંકારા બેઠકની વાત કરવામાં આવે તો અહીં ભાજપ અને કોંગ્રેસના ભાવ લગોલગ ચાલી રહ્યા છે તે જોતા આ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કરનું અનુમાન નીકળી રહ્યું છે.

- text

બુકી બજારમાં હજુ સુધી વાંકાનેર અને હળવદ બેઠકના ભાવ આવ્યા નથી ટૂંક સમયમાં જ હળવદ, વાંકાનેરની સાથે સાથે ગુજરાતની તમામ બેઠકોના નવા સમીકરણો સાથેના નવા ભાવ બજારમાં આવે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપ પણ ચૂંટણી જંગમાં હોય બુકીબજારમાં પણ પરિણામોને લઈ ભારે ઉલટફેર થઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાની લીડને લઈ પણ ભાવ બહાર પડ્યા છે જેમાં કાંતિલાલને 5000ની લીડ મળે તો 40.70, 10000ની લીડ મળે તો 110.150, 15000ની લીડ મળે તો 170.250 અને 20000ની લીડ મળે તો 300.500ના ભાવ બોલાઈ રહ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text