ઝૂલતા પુલના મૃતકોની પ્રથમ માસિક પૂણ્યતિથિએ મોરબીમાં 11 કુંડી ગાયત્રી હવન યોજાશે

- text


મોરબીઃ આગામી 30 નવેમ્બરના રોજ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે 30 નવેમ્બરના રોજ મોરબીમાં 11 કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ઝૂલતા પુલના મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે જાગૃત મહિલા ગ્રુપ અને સામજિક કાર્યકર સતીશભાઈ દ્વારા એવન્યુ પાર્ક શેરી નં. ૩ના સાર્વજનિક પ્લોટ ખાતે 11 કુંડી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી 10-30 વાગ્યા સુધી ગાયત્રી પરિવાર મોરબી તથા વાંકાનેરના સહયોગથી આ ગાયત્રી હવન યોજાશે. તો મોરબીની ધર્મપ્રેમી જનતાને યજ્ઞના દર્શન કરવા અને યજ્ઞમાં આહુતિ આપી મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનો અથવા મોરબીની પ્રજામાંથી કોઈપણ વ્યક્તિ હવનમાં બેસવા માંગતા હોય તો યજ્ઞના આયોજકોને મો.નં. 98798 24169 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text