વાંકાનેરના ભલગામ નજીક હિટ એન્ડ રનમાં આધેડનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ભલગામ નજીક અજાણ્યા વાહને આધેડને હડફેટે લઈ મોત નિપજાવી નાસી છુટતા હિટ એન્ડ રનના આ કેસમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજન મૂળ જામનગર દરેડના વતની અને હાલમાં ભલગામ ખાતે રહેતા નિકુલભાઈ સાજણભાઈ ખરા ઉ.21 નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પિતા સાજણભાઈ માણસુરભાઈ ખરાને ભલગામ નેશનલ હાઇવે ઉપર કોઈ અજાણ્યા વાહને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઈને નાસી જતા આ અકસ્માત અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text