બેન્કમાં લોનનો હપ્તો ભરી દેવાનું કહેતા મહિલા પર હુમલો

- text


મોરબી તાલુકાના મકનસર ગામે બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે બેન્કમાં લોનનો હપ્તો ભરી દેવાનું કહેતા મહિલા પર બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા પો.સ્ટે.માંથી પ્રાપ્ત થતી આ બનાવની વિગતો મુજબ કિરણબેન વા.ઓફ અમૃતભાઇ સિદ્ધરાજભાઇ જંજવાડીયા (ઉ.વ. ૩૦ ધંધો ઘરકામ રહે ગામ મકનસર નિશાળવાળી શેરી તા.મોરબી)એ આરોપીઓ દિલીપભાઇ ગંગારામભાઇ મકવાણા ઉ.વ-૩૫, ગંગારામભાઇ ચકુભાઇ મકવાણા (ઉ.વ-૭૧ રહે બન્ને ગામ મકનસર તા.મોરબી)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ એક આરોપીને HDFC બેન્ક મોરબી ખાતેથી રૂ. ૨૫,૦૦૦ ની લોન લીધેલ હોય જે લોનના હપ્તા ફરીયાદી આરોપીને આપતા હોય અને તે બેન્કમા ભરતો ન હોય જેથી ફરીયાદીએ તેને લોનના હપ્તા ભરી દેવાનુ કહેતા તેને સારૂ નહી લાગતા બન્ને આરોપીઓ આવી ફરીયાદીને ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ લાકડી વડે બંને હાથમા માર મારી ડાબા હાથમા ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા મજણા હાથમા મુંઢ ઇજા કરી તથા આરોપીએ માથામા ઉંધી કુહાડીનો ઘા મારી ઇજા કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text