હળવદ પાલિકાના સદસ્ય, આપ અને અન્ય પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

- text


હળવદ : આજે હળવદ શહેરમાં આવેલ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કાર્યાલય ખાતે હળવદ નગરપાલિકાના ભાજપના સદસ્ય તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને બહુજન સમાજ પાર્ટીના આગેવાનો સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અત્યારે ચરમ સીમાએ પહોંચ્યો છે. ત્યારે હળવદ ભાજપમાં કોંગ્રેસ દ્વારા વધુ એક વખત ભંગાણ કરવામાં આવ્યું છે. આજે હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ અગાઉ ઉપ પ્રમુખની જવાબદારી સંભાળી ચૂકેલ પાલિકાના ચાલુ સદસ્ય જયેશભાઈ પટેલ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. આ સાથે જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જે વ્યક્તિએ સેન્સ પણ ન આપી હોય તેવા પેરાશૂટ ઉમેદવારને અહીં મૂકવામાં આવ્યા છે જેથી તેઓને આ વિસ્તારના કેટલા ગામડાઓ છે તે પણ ખબર નથી.? સાથે જ જો બહારથી જ ઉમેદવારો મૂકવામાં આવે તો અમારા જેવા અનેક કાર્યકર્તાઓને માત્ર ખુરશીઓ જ સાફ કરવાની પાથરણા જ પાથરવાના આવા અનેક સવાલો ઉઠાવ્યા હતા.

તેની સાથે સાથે બહુજન સમાજ પાર્ટીમાંથી ઇશ્વરભાઇ પરમાર, ડાયાભાઇ,એન.ડી.સોલકી સહીત આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા જ્યારે આમ આદમી પાર્ટીમાંથી સંગઠન મંત્રી રમેશભાઈ,મોહનભાઇ સહિત કાર્યકર્તાઓએ કોંગ્રેસનો કેસ પહેર્યો હતો તેમજ ડુંગરપુરના ઉપસરપંચ કાળુભાઈ,શક્તિસિંહ રાજપુત, નાનજીભાઈ ઠાકોર,ધીરૂભાઇ, ધનજીભાઈ,નિલેશભાઈ,મહિપતભાઈ, સહિતનાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા,જ્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના કનુભાઈ રાજપુત પણ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા,શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે, હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ મુન્નાભાઈ પંચોલી, વિપક્ષ નેતા દિનેશભાઈ મકવાણા, મહિપાલ સિંહ રાણા સહિત કોંગ્રેસના આગેવાનોએ આવકાર્યા હતા.

- text

- text