ધ્યાન રાખજો કેજરીવાલ કાંટાવાળો બાવળ અને રાહુલ ખેતરનું નિંદામણ છે : શિવરાજસિંહ

- text


મોરબીના મામા બનીને કાનાભાઇ માટે મત માંગવા આવ્યો છું, કાંતિલાલ અમૃતીયાને વિક્રમી લીડથી વિજેતા બનવવા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું લોકોને આહવાન

મોરબી : ભાઈઓ બહેનો ધ્યાન રાખજો મફતની લોલીપપ આપતા કેજરીવાલ કાંટાવાળો બાવળ છે અને રાહુલ ગાંધી ખેતરનું નિંદામણ છે જયારે વડાપ્રધાન નરેન્દ્રમોદી તો કલ્પવૃક્ષ છે જે ગુજરાતને કઈ જ ખૂટવા નહીં દે….. આજે મોરબી – માળીયા વિસ્તારના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાના સમર્થનમાં સભાને સંબોધન કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા અને મોરબીના લોકોને કાંતિલાલ અમૃતીયાને વિક્રમી લીડથી વિજેતા બનાવવા આહવાન કર્યું હતું.

વિધાનસભા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનતા જ આજે મોરબી જિલ્લાની ત્રણે-ત્રણ બેઠક ઉપર ભાજપે હુકમના પાના રૂપે ત્રણ મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા જેમાં મોરબી -માળીયા બેઠકના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાના સમર્થનમાં જાહેર સભાને સંબોધતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકોના દિલ જીતી લીધા હતા, ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરતા કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં લોકો મને મામા કહે છે તે નાતે હું મોરબીના લોકોનો પણ મામા છું, આ મામા તમારા પાસે કાંતિલાલને વિક્રમી મતે જીત અપાવો તેવું ઈચ્છે છે કહી મોરબીના સીરામીક ઉદ્યોગના ખુબ જ વખાણ કરી અહીં ડબલ એન્જીનની સરકારે 181 અભયમ સુવિધાથી લઈ નર્મદાના પાણી, સોલાર, મેડિકલ કોલેજ, ઉજ્જવલા યોજના,બુલેટ ટ્રેન અને કિશાન સન્માન નિધિ યોજનાની સિદ્ધિઓ વર્ણવી હતી.

વધુમાં જાહેરસભાના સંબોધન દરમિયાન મફતની રેવડી વેંચતા કેજરીવાલને આડેહાથ લેતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઉમેર્યું હતું કે કેજરીવાલ તો કાંટાળો બાવળ છે તેને મત આપવાથી કાંટા સિવાય કહી નહીં મળે પંજાબમાં લોકો આપને મત આપી પસ્તાઈ રહ્યા હોવાનું જણાવી કોંગ્રેસના રાહુલ ગાંધી ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે રાહુલ તો ખેતરમાં નકામું ઉગી નીકળતું નિંદામણ છે જયારે આપણા વડાપ્રધાન કલ્પવૃક્ષ છે જે ગુજરાતને કઈ જ ઘટવા નહીં દે, અંતમાં તેઓએ મોરબીની જનતાને કાંતિલાલને વિક્રમી લીડથી વિજેતા બનવા આહવાન કર્યું હતું.

- text

- text