પ્રજાપતિ સમાજનું ગૌરવ : GTU દ્વારા લેવાયેલી પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો

- text


વાંકાનેર: વાંકાનેરના પ્રજાપતિ સમાજના ક્રિશ હિમાંશુભાઈ વરિયા (મૂળ વાંકાનેર, હાલ રાજકોટ)એ સનસાઈન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન મેનેજમેન્ટની રાજકોટ સ્થિત કોલેજમાં બી વોગ (BFSI) ની તાજેતરમાં લેવાયેલી બીજા સેમેસ્ટરની પરીક્ષામાં GTUમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે.

- text

આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ક્રિશે પ્રજાપતિ સમાજ અને વાંકાનેર અને મોરબીનું નામ રોશન કર્યું છે. તેઓના દાદા સ્વ. વરીયા સાહેબ શિક્ષક હતા, પિતા હિમાંશુભાઈ ગાંધીનગરના મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક જન સંપર્ક ટીમમાં કાર્યરત છે. ત્યારે તેઓના માતા માલતીબેન ગૃહિણી છે. તેમના મોટાભાઈ શુભમ વરિયા બીએસસી ફિઝિક્સ અને હાલમાં રાજકોટ શહેર આરએસએસમાં ગટ શિક્ષક (રેલ નગર) તેમજ બીજેપીમાં મીડિયા ઈનચાર્જ તરીકે કામગીરી સાંભળી રહ્યા છે. ક્રિશની આ સિદ્ધિ બદલ વાંકાનેરના વરિયા પ્રજાપતિ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે અને ક્રિશને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

- text