હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ મુન્નાભાઈ પંચોલી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

- text


છ ગામના સરપંચ અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી પણ કોંગ્રેસમાં જોડાયા : હળવદમાં કુવારીકાઓના હસ્તે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાવતા પપ્પુભાઈ ઠાકોર

હળવદ : હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ અને ભાજપના નગરપાલિકાના સદસ્યની સાથ-સાથે બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કાર્યરત મુન્નાભાઈ પંચોલીએ ભાજપ છોડી કોંગ્રેસનો હાથ જાલ્યો છે. સાથે જ છ ગામના સરપંચ સહિત હળવદ તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી એ પણ ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.

હળવદ ખાતે આજે કોંગ્રેસની ચૂંટણી પ્રચાર કાર્યાલયના શુભારંભ પ્રસંગે ભાજપના આગેવાનોએ કોંગ્રેસ જોઈન કરી હતી જેમાં હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ અને નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન મુન્નાભાઈ પંચોલીએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા સાથે જ હળવદ તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી સહદેવ ભાઈ ગણેશિયા પણ કોંગ્રેસમાં જોડાયા છે તેઓની સાથે સાથે ભલગામડા,રણછોડગઢ,પ્રતાપગઢ, ઘણાદ,ચિત્રોડી સહિત છ ગામના સરપંચોને પણ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ જાલ્યો છે.

આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ઠાકોર, હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા, ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે, દિનેશભાઈ મકવાણા,ગોપાલભાઈ ભરવાડ સહિત કોંગ્રેસના આગેવાનોએ ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલ આગેવાનોને ખેસ પહેરાવી આવકાર્યા હતા.

- text


હળવદમાં કુવારીકાઓના હસ્તે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાવતા પપ્પુભાઈ ઠાકોર

હળવદ : હળવદ શહેરમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારએ પોતાના ચૂંટણી પ્રચાર કાર્યાલયને નાની દીકરીઓના હસ્તે રીબીન કાપી ખુલ્લું મૂક્યું હતું. તેની સાથે સાથે હળવદમાં ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા.

ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ઠાકોરના ચૂંટણી પ્રચાર કાર્યાલયને શહેરની નાની દીકરીઓના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ તકે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ એ ઉમેદવારને જંગી લીડ થી જીતાડવાના નારા લગાવ્યા હતા.

આ તકે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છત્રસિંહ ઠાકોર,તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે,પાલિકાના વિરોધ પક્ષના નેતા દિનેશભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા,ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ગોપાલભાઈ ભરવાડ, ભરતભાઈ ખેર,જટુભા ઝાલા,મેહુલભાઈ મજેઠીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.

- text