મોરબીમાં એક અને વાંકાનેરમાં બે અપક્ષ ઉમેદવારો ફોમ પાછા ખેંચ્યા

- text


કાલે 17 તારીખે બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ત્રણ ફોર્મ પરત ખેંચાય છે. જેમાં મોરબીમાં એક અપક્ષ ઉમેદવાર અને વાંકાનેરમાં બે અપક્ષ ઉમેદવારો ફોમ પાછા ખેંચ્યા છે. જ્યારે ટંકારામાં આજે એકપણ ફોર્મ પરત ખેંચાયું નથી. હજુ કાલે 17 તારીખે બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યાર બાદ ફાઇનલ કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર ગઈકાલે ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન મોરબી માળીયા બેઠક ઉપર બે ઉમેદવારીપત્રકની સાથે 8 ડમી ઉમેદવારીપત્રક આપોઆપ રદ થતા હવે 36 માંથી 26 ઉમેદવારિપત્રક માન્ય રહ્યા હતા. જ્યારે ટંકારમાં 11 ઉમેદવારીપત્રક રદ થતા 18 માંથી 7 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે વાંકાનેરમાં 7 ઉમેદવારીપત્રક રદ થતા 26 માંથી 19 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે આમ જિલ્લાની 3 બેઠકમાં 80 ઉમેદવારીપત્રકોમાંથી 28 રદ થતા 52 ઉમેદવારીપત્રક માન્ય રહ્યા છે.

- text

દરમિયાન આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. જેમાં મોરબી બેઠક પર અપક્ષ ઉમેદવાર ગોપાલભાઈ રાતડિયાએ અને વાંકાનેરમાં બે અપક્ષ ઉમેદવારો રિતેશભાઈ મનસુખ પરસાણા અને રાજેન્દ્રભાઈ બટુકભાઈ માંડવિયાએ ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધા છે. જ્યારે ટંકારામાં આજે એકપણ ફોર્મ પરત ખેંચાયું નથી.

- text