ટંકારા બેઠકમા હવે સાત ઉમેદવારો મેદાને

- text


3 ડમી સહિત 11 ફોર્મ રદ કરાયા

મોરબી : મોરબી જિલ્લાની ટંકારા બેઠક ઉપર આજે ઉમેડવારીપત્રોની ચકાસણી દરમિયાન ડમી અને એકથી વધુ ઉમેદવારીપત્ર મળી કુલ 11ફોર્મ રદ કરવામાં આવતા હવે સાત ઉમેદવાર મેદાને રહ્યા છે.

- text

આજે ટંકારા વિધાનસભા બેઠકમાં ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન સતાવાર રીતે ચૂંટણી અધિકારી દ્વારા ભાજપ, કોંગ્રેસ દ્વારા ચાર – ચાર ઉમેદવારીપત્રો રજુ કર્યા હોય એક એક ઉમેદવારીપત્ર માન્ય રાખી બાકીના ત્રણ ઉમેદવારીપત્ર રદ કરાયા હતા એ જ રીતે એક એક ડમી મળી ભાજપ,કોંગ્રેસ અને આપના ત્રણ ડમી તેમજ આપના અન્ય બે ફોર્મ મળી કુલ 11 ફોર્મ રદ કરવામાં આવતા હવે સાત ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.

- text