પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલે દાવેદારી નોંધાવી

- text


મોરબીની સિવિલ હોસ્પિટલમાંને ખાનગી ટાઇપની બનાવવી સહિતના આરોગ્ય, શિક્ષણ, ઉધોગ, પછાત તાલુકા માળીયાનો વિકાસ સહિતના મુદ્દે ચૂંટણી લડવાનો જયંતિલાલ પટેલનો નગારે ઘા

મોરબી : મોરબી બેઠક ઉપર છેલ્લી ઘડીએ પીઢ અને શિક્ષત કોંગ્રેસ ના નેતા જયંતિભાઈ જેરાજભાઈ પટેલને કોંગ્રેસે ટીકીટ આપતા છ વખત હારનો સમાનો કરી ચૂકેલા આ કોંગ્રેસી નેતા સાતમી વખત ચૂંટણી લડશે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પુલ દુર્ઘટનાના તમામ હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી ફટાકડા કે ઢોલ નગારા વગર એકદમ સાદગીપૂર્ણ રીતે કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મોટી સંખ્યામાં કાર્યકરોના કાફલા સાથે ઉમેદવારી પત્ર રજૂ કરવા નીકળ્યા હતા અને કલેકટર કચેરીએ પહોંચી તેમણે મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી હતી.

મોરબી બેઠક પર છેલ્લી ઘડીએ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ફાયનલ થયેલા જયંતિભાઈ પટેલે આજે નામાકંન પત્ર રજૂ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ સરકાર ઉપર વરસી પડ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પરિવર્તન ગુજરાતના સંકલ્પ હેઠળ ચૂંટણી લડશે અને ભાજપે મોરબી અને માળીયાને અધોગતિ તરફ ધકેલી દીધું હોવાનો આક્ષેપ કર્યો છે. આ વખતે તમામ લોક પ્રશ્ને લોકો સમક્ષ જઈને તેમના પ્રશ્નોને વાચા આપી ચૂંટણી લડશે. જેમાં ખાસ તો ગરીબ અને મધ્યમ વર્ગ માટેની સિવિલ હોસ્પિટલની હાલત સુધારી ખાનગી હોસ્પિટલ જેવી બનાવવી તેમજ તમામ ગામે ગામના આરોગ્ય કેન્દ્રોમાં ખૂટતી સવલતો ઉભી કરવી, જિલ્લાની શાળામાં ગરીબ બાળકો સારી રીતે ભણી શકે તેવી શિક્ષણની તમામ સવલતો આપવી, સીરામીક ઉધોગના ગેસ સહિતના પ્રશ્ને તેમજ અન્ય ઉધોગોમાં સરકારની ખોટી નિતીના કારણે આવી પહેલી મંદીમાંથી ઉધોગોને ઉગારવા સહિતના મુદ્દે ચૂંટણી લડશે.

- text

તેઓ વધુમાં ભાજપ સરકાર અને ભાજપના ઉમેદવાર કાન્તિલાલ પર નિશાન તાકી વર્ષોથી ભાજપનું શાસન હોય છતાં માળીયા તાલુકો એટલી હદે પછાત હોય લોકોને રોજગારી માટે હિજરત કેમ કરવી પડે છે. માળીયા તાલુકામાં આજે બસ સ્ટેન્ડ, મુખ્ય કચેરીઓ તેમજ માળખાકીય સવલતોનો અભાવ છે. ભાજપે વર્ષો પહેલા માળીયાના તાલુકાના ખેડૂતોને નર્મદાના પાણી આપવાનો વાયદો કર્યો છતાં હજુ પાણી પહોંચ્યા નથી. માળીયા ઉપરાંત મોરબી તાલુકાના ખેડૂતોનો સિંચાઈનો પ્રશ્ન ગંભીર છે. આ તમામ પ્રશ્ને તેમજ તાજેતરમાં બનેલી પુલ દુર્ઘટનાની તટસ્થ તપાસ થાય અને હતભાગીઓને ન્યાય મળે તેવા પ્રયાસો પણ ચૂંટણીના મુદા આવરી લેવાશે. તેમણે કોરોના કાળ વખતેની ભયકર સ્થિતિને યાદ કરી ભાજપ સરકાર ઉપર પ્રહાર કરી કોરોના મુદ્દે પણ પ્રજાને જાગૃત કરીને લોકોના પ્રશ્નોને વાચા મળે એવું જ કોંગ્રેસનું આ ચૂંટણીમાં સ્પષ્ટ સ્ટેન્ડ રહેશે તેમ જણાવ્યું હતું.

- text