સરાહનીય કામગીરીઃ મોરબીના યુવા આર્મી ગ્રુપે અડધી રાત્રે બ્લડની જરૂરિયાત પૂર્ણ કરાઈ

- text


મોરબી: મૂળ જામનગરના‌ વતની એવા આરીફભાઈ રફાઈના પત્ની ફિઝાબેન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વોર્ડમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં તેઓને ઓપરેશન માટે નેગેટિવ બ્લડની જરૂરિયાત ઉભી થઈ હતી. ત્યારે તેમણે મોરબીના‌ ‘યુવા‌ આર્મી ગ્રુપ’ નો‌ સંપર્ક કર્યો હતો. અને ‘યુવા આર્મી ગ્રુપ’ ના સભ્ય રાજેશભાઈ શેરસિયા દ્વારા રાત્રીના તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંકમાં પહોંચીને બ્લડ ડોનેટ કરી ‘એ નેગેટિવ’ બ્લડની જરૂરિયાત પૂરી કરી હતી.

આ ઉપરાંત રવાપર ગામના વતની એવા જગદીશભાઈ ચાવડાના પત્ની હિરલબેન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વોર્ડમાં સારવાર માટે આવેલા હતા. જ્યાં તેમને ઓપરેશન માટે ‘એબી નેગેટિવ’ બ્લડની‌ જરૂરિયાત ઉભી થતા‌ ‘યુવા‌ આર્મી ગ્રુપ’ નો‌ સંપર્ક સાધ્યો હતો જેથી ‘યુવા આર્મી ગ્રુપ’ ના સભ્ય હરેશભાઈ ભુત દ્વારા રાત્રીના તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક પહોંચીને બ્લડ ડોનેટ કરી ‘એબી નેગેટિવ’ બ્લડની જરૂરિયાત પૂર્ણ કરી હતી.

- text

આમ આવા ઈમરજન્સી જરૂરિયાતના સમયે મદદરૂપ થવા બદલ દર્દીના પરિવારજનોએ રાજેશભાઈ, હરેશભાઈ તથા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે, નેગેટિવ બ્લડ ગ્રુપ બહુ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. ત્યારે આવા દુર્લભ બ્લડની જરૂરિયાત ઉભી થાય ત્યારે દર્દીનો જીવ જોખમમાં ન મૂકાય તે માટે મોરબીના યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી અને રાજકોટમાં ગમે ત્યારે બ્લડ ડોનેટ કરવા માટે તત્પર હોય છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યા છે. યુવા આર્મી ગ્રુપ‌ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્યમાં‌ જોડાવવા માટે કે કોઈને બ્લડની ઈમરજન્સી જરૂરિયાત સમયે હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text