મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના : નવા દેવળીયાના પરમાર પરિવારના યુવાન દીકરાનું મોત

- text


બે ભાઈ અને બહેન ઝૂલતા પુલે ફરવા માટે ગયા હતા બહેન ઈજાગ્રસ્ત : નાનોભાઈ દુકાને જતા દુર્ઘટના ટળી

હળવદ : મોરબીમાં રવિવારે સર્જાયેલ દુર્ઘટનાને પગલે મૃત્યુ આંક સતાવાર 134એ પહોંચી ગયો છે. આ દુર્ઘટનામાં હળવદના કુલ ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવા દેવળીયા ગામના અને થોડા દિવસોથી મોરબી ખાતે રહેતા પરમાર પરિવારના જુવાનજોધ દીકરાનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે જ્યારે નાની બહેનને ઈજા થતા હાલ સારવાર હેઠળ છે જ્યારે સૌથી નાનો ભાઈ દુકાને જતા તેનો આ દુર્ઘટનામાં બચાવ થયો હતો.

- text

મૂળ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના અને ચારેક મહિનાથી મોરબી શહેરમાં આવેલ ગાંધી સોસાયટીમાં રહી સીરામીકમાં મજૂરી કામ કરતા ચેતનભાઇ બેચરભાઈ પરમાર ઉંમર વર્ષ 26 તેમજ તેમની નાની બહેન સંગીતાબેન અને ભાઈ પ્રવીણ ફરવા માટે ઝૂલતા પુલે ગયા હતા જોકે નાનો ભાઈ પ્રવીણ દુકાને જતા તે બચી ગયો હતો જ્યારે ચેતનભાઇ અને સંગીતાબેન પુલ તૂટી પડતા નીચે પટકાયા હતા. જેમાં ચેતનભાઇનું મોત નીપજ્યું છે જ્યારે સંગીતાબેન ઇજાગ્રસ્ત થતા તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પરમાર પરિવારના યુવાન દીકરાનું મૃત્યુ નીપજતા પરિવારજનોમાં પણ આક્રંદ છવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશને હસમચાવી નાખનાર મોરબીનો ઝુલતા પુલ તૂટી પડતા સત્તાવાર રીતે 134 લોકોના મૃત્યુ થયા છે. જેમા મોરબી જિલ્લાના 100,રાજકોટના 15, અમદાવાદનાં 4, દ્વારકાના1, જામનગરના 5, કચ્છના 5 અને સુરેન્દ્રનગરના 4 લોકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 51 બાળકો,76 પુરુષ અને 56 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

- text