મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના : હળવદની બજારો આજે બપોર બાદ સંપૂર્ણ બંધ રહી

- text


હળવદ : મોરબીમાં કાળજુ કંપાવી દે તેવી ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. હળવદમાં આજે તમામ નાના-મોટા વેપારીઓએ બપોર બાદ પોતાના રોજગાર ધંધા બંધ રાખી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

હળવદ વેપારીમાં મંડળના પ્રમુખ વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબીમાં જે દુઃખદ ઘટના બની તેને આપણને સૌને હજમચાવી નાખ્યા છે. હળવદના તમામ નાના મોટા વેપારીઓએ આજે બપોર બાદ પોતાના રોજગાર ધંધા રાખ્યા હતા.

મોરબીની ઘટનાને પગલે ચરાડવા બંધ રહ્યું

- text

મોરબીમાં રવિવારે સર્જાયેલ દુર્ઘટનાને પગલે આજે ચરાડવા સ્વયંભૂ રીતે બંધ રહ્યું હતું સાથે જ ચરાડવા ખાતે આવતીકાલે મહાકાળી મંદિરે નીકળનાર શોભાયાત્રા પણ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ચરાડવા ખાતે આવેલ પૂજ્ય શ્રી દયાનંદ ગિરીજી મહારાજના મહાકાલી મંદિરેથી આવતીકાલે તારીખ 1 નવેમ્બરના રોજ નીકળનારી ભવ્ય શોભાયાત્રા મોરબી દુર્ઘટનાને લઈ રદ કરવામાં આવી છે.

- text