લીલાપર ગામે વિરમચાવડાની મેલડીધામ ખાતે 1લી નવેમ્બરથી દેવીભાગવત નવાહન પારાયણનો પ્રારંભ

- text


 

દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, 8 નવેમ્બરે ભવ્ય લોકડાયરાનું આયોજન

મોરબીઃ તાલુકાના લીલાપર ગામે વિરમચાવડાની મેલડીધામ ખાતે મેલડી માતાજીના સાનિધ્યમાં શ્રી વિરમચાવડાની મેલડી ગ્રુપ દ્વારા શ્રીમદ દેવીભાગવત નવાહન પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 1 નવેમ્બર થી તારીખ 9 નવેમ્બર સુધી નવ દિવસની નવાહન પારાયણ યોજાશે. જેમાં આચાર્ય નિખીલભાઈ ખાંડેકા વ્યાસપીઠ પર બિરાજી દેવીભાગવતનું રસપાન કરાવશે. તેમજ દેવીભાગવતના આચાર્ય શાસ્ત્રી જયદિપભાઈ પી. ખાંડેકા (કાશીવાળા)ના નેજા હેઠળ કરાવવામાં આવશે. દરરોજ કથાનો સમય સવારે 9 થી 12-30 અને સાંજે 3 થી 6 વાગ્યા સુધીનો રહેશે. કથા સાંભળવા આવતા ભક્તજનો માટે દરરોજ બપોરે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે.

- text

તારીખ 1 નવેમ્બર ને બુધવારના રોજ સવારે 8-15 કલાકે પોથીયાત્રા તથા ભુવાઓ અને સંતોના સામૈયા થશે અને ત્યારબાદ કથાનો પ્રારંભ થશે. 2 નવેમ્બરે ભુવનેશ્વરી પ્રાગટ્ય, 3 નવેમ્બરે સતિચારિત્ર, 4 નવેમ્બરે શિવશક્તિ વિવાહ, 5 નવેમ્બરે ત્રિગુણાત્મીકા પ્રાગટ્ય, 6 નવેમ્બરે અંબા પ્રાગટ્ય, 7 નવેમ્બરે નવદુર્ગા પ્રાગટ્ય, 8 નવેમ્બરે મેલડી પ્રાગટ્ય સહિતના કાર્યક્રમો યોજાશે. 9 નવેમ્બરે બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. 9 નવેમ્બરે બપોરે 4 કલાકે કથાની પૂર્ણાહૂતિ તથા યજ્ઞ થશે. જેમાં સાતકમાં બાબુભાઈ રૂપાભાઈ સાવધાર અને જાગૃતિબેન બાબુભાઈ સાવધાર બેસશે. આ પ્રસંગે સંતો-મહંતો અને ભુવાઓ હાજરી આપશે અને સૌને આશીર્વાદ પાઠવશે.

8 નવેમ્બરના રોજ રાત્રે 9-30 કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં રશ્મિતાબેન રબારી, સાગરદાન ગઢવી, પરેશદાન ગઢવી હાજર રહી લોકડાયરામાં રમઝટ બોલાવશે. તો આ શ્રીમદ દેવીભાગવત નવાહન પારાયણનો લાભ લેવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text