મોરબીના જુના ઘુટુ રોડ ઉપર વિદેશી દારૂની 63 બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર રહેણાંક મકાનમાં સીટી બિ ડિવિઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની મોંઘી દાટ 63 બોટલ સાથે એક યુવાનને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર રહેણાંક મકાનમાં મૂળ ટંકારા તાલુકાના વાઘગઢ ગામનો આરોપી રસિકકુમાર કાનજીભાઈ રાણીપા વિદેશી દારૂ છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની મોંઘી દાટ 63 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 63 હજાર મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text