મોરબીના લાલપર નજીક સ્વીફ્ટ કારમાં દેશી દારૂની હેરફેર કરતા એક ઝડપાયો

- text


એલસીબી ટીમે 400 લીટર દારૂ સહિત 2.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીના નામ ખોલાવ્યાં

મોરબી : મોરબી તાલુકાના લાલપર નજીકથી એલસીબી ટીમે સ્વીફ્ટ કારમાં દેશી દારૂની હેરફેર કરતા યુવાનને ઝડપી લઈ રૂપિયા 2.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે આરોપીઓના નામ ખોલવવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેર – મોરબી હાઇવે ઉપર લાલપર નજીક વોચ ગોઠવી શંકાસ્પદ સ્વીફ્ટ કાર લઈને નીકળેલા મૂળ સુરેન્દ્રનગરના ખારાઘોડાના વતની અને હાલમાં મોરબી પીપળી ખાતે રહેતા વિજય રમેશભાઈ રાતૈયાને ઝડપી લઈ કારની તલાસી લેતા કારમાંથી 400 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 8000 મળી આવતા મોબાઈલ ફોન રૂપિયા 5000 અને સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 2.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

વધુમાં દેશી દારૂના આ ધંધામા આરોપી વિજયે ધર્મેશ જગદીશભાઈ મેર અને દિલીપ નામના શખ્સની સંડોવણી હોવાની કબૂલાત આપતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text