સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપતા પુત્રવધૂનો આપઘાત 

- text


મોરબીના શનાળા રોડ પરના ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં બનેલો બનાવ 

મોરબી : મોરબીના શનાળા રોડ પરના ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપતા પુત્રવધૂએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે.

- text

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડના બ્લોક નં.એમ/૭૪૪માં રહેતી ડિમ્પલબેન હિતેષભાઇ પરમાર (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે તેના પતિ હિતેષભાઇ દિનેશભાઇ પરમારએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક પરિણીતાને સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપતા મનમા લાગી આવતા તેણીએ પોતાના ઘરે પંખા સાથે દુપટો બાધીને ગળા સાથે વિટોડીને ગળાફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાનું ખુલ્યું હતું.

- text