વાડીના શેઢે નર્મદા કેનાલે મશીન રાખવા મામલે ખેડૂત ઉપર હુમલો

- text


હળવદના રાયસંગપુર ગામની સીમમાં બનેલા બનાવમાં ચાર શેઢા પાડોશીઓએ ખેડૂતને માર મારી તેની પત્નીને મારી નાખવાની ધમકી આપી

હળવદ : હળવદના રાયસંગપુર ગામની પંદર પાટો સીમમાં નર્મદા કેનાલ પાસે વાડી શેઢે નર્મદા કેનાલે મશીન રાખવા મામલે બે શેઢા પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ મામલો બીચકતા ઉશ્કેરાયેલા ચાર શેઢા પાડોશીઓએ ખેડૂતને માર મારી તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

હળવદરના નવા રાયસંગપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા શંકરભાઇ નથુભાઇ કણજરીયા (ઉ.વ.૪૨)એ તેમની વાડીના બાજુના શેઢા પાડોશીઓ નરેન્દ્રભાઇ ઉર્ફે નંદો ગણેશભાઇ દલવાડી, રવિભાઇ લાભુભાઇ સોઢા, કિશોરભાઇ લાભુભાઇ સોઢા, રવિભાઇ લાભુભાઇ સોઢાની બહેનનો ભાણો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ ના રોજ રાત્રીના સાડા અગ્યારેક વાગ્યાના અરશામાં રાયસંગપુર ગામની પંદર પાટો સીમમાં નર્મદા કેનાલ નં-૮ પાસે ફરીયાદીએ પોતાની વાડીના શેઢે નર્મદા કેનાલે મશીન રાખેલ હોય જે મશીન આરોપીઓએ વિના કારણે બંધ કરતા ફરીયાદીની પત્ની સરોજબેન મશીન ચાલુ કરવા જતા ફરીયાદીની પત્નીને કાંઇ બોલીશ તો કાપીને કેનાલમાં નાંખી દઇશુ તેમ આરોપીઓએ ધમકી આપી તુરંત જ ફરીયાદીને આરોપીએ લોખંડના પાઇપ વતી જમણા પગમાં ઢીંચણ પાસે મારી તેમજ લોખંડના પાઇપ વતી હાથમાં લાકડી લઇ એમ ચારેય આરોપીઓએ ફરીયાદીને બન્ને પગે તેમજ જમણા હાથે માર મારી ફેક્ચરની ઇજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text