મોરબીમાં 30 ઓક્ટોબરથી સંસ્કૃત ભારતી દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતનો સંભાષણ વર્ગ યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 30 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2022 સુધી સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા નિવાસી વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના મોરબી-કચ્છ હાઈવે પર આવેલા નવા સાદુળકાના સર્વોપરી સંકુલ ખાતે આ સંભાષણ વર્ગ યોજાશે. જેમાં 15 વર્ષથી 55 વર્ષ સુધીના લોકો 300 રૂપિયા ફી ભરીને ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન મર્યાદિત સંખ્યામાં કરવાનું હોવાથી https://forms.gle/yaK9dxXscNQFT5ax5 લિંક પર જઈને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સંસ્કૃત ભારતી દ્વારા યોજાઈ રહેલા આ સંભાષણ વર્ગમાં સંસ્કૃત ભાષામાં જ સંસ્કૃત શિક્ષણ, અભિનય અને વિવિધ કાર્ડ દ્વારા સંસ્કૃત શિક્ષણ, ક્રીડા અને પ્રવૃત્તિ દ્વારા સંસ્કૃત શિક્ષણ, મનોરંજક સહ-અભ્યાસિક પ્રવૃતિઓ, વ્યક્તિત્વ વિકાસ અને સમૂહ શિક્ષણ, અનુભવી શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા, સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા ઉત્તમ આયોજન વગેરે માહિતી અપાશે.

- text

શિબિરાર્થીઓએ તા. 30 ઓક્ટોબર 2022 રવિવારના બપોર 12 સુધીમાં વર્ગસ્થાન પર પહોંચવાનું રહેશે અને 4 નવેમ્બર 2022ને બપોરે ભોજન પછી વર્ગ પૂર્ણ થશે. બહેનો માટે નિવાસ વ્યવસ્થા અલગ રહેશે. વર્ગ સ્થાન પર મોબાઈલનો ઉપયોગ કરવો સર્વથા નિષિદ્ધ છે. વર્ગના પ્રારંભે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી જમા કરાવી દેવો આવશ્યક છે. વર્ગમાં જરૂરિયાત જ ન રહે એવી પૂર્વ વ્યવસ્થા કરીને આવવું ઠીક રહેશે. વર્ગમાં વધુ પડતા રૂપિયા કે જોખમ ભરી કીમતી વસ્તુ લાવવી નહીં.. તેમની જવાબદારી સંપૂર્ણ પણે તમારી જ રહેશે. વર્ગમાં સાહિત્ય વિક્રયની વ્યવસ્થા હશે. શિબિરાર્થીઓએ રોજબરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે લાવવી. આપ જરૂરિયાત પ્રમાણે ઓઢવા-પાથરવાનું સાથે લાવી શકાશે. વર્ગમાં કોઈપણ પ્રકારના માદક દ્રવ્યોનું સેવન કરવું વર્જ્ય છે. આ વર્ગમાં 15 થી 55 વર્ષના સંસ્કૃત અનુરાગીઓ જ આવી શકશે. વિશેષ અનુમતિ મંત્રીડૉ.પંકજભાઈ ત્રિવેદી મો.નં. 9426454544 પાસે લઈ શકાશે. સ્થાન બાબતે કોઈ પ્રશ્ન હોય તો મોરબીના જનપદ સંયોજક કિશોરભાઈ મો.નં. 9825741868 અથવા મયુરભાઈ મો.નં. 9825633154 પર સંપર્ક કરવાનો રહેશે.

- text