મોરબીમાં સતવારા સમાજના દાતાઓનું સન્માન કરાયું 

- text


સમાજના નબળા વર્ગ તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે મદદરૂપ થનાર દાતાઓની દાતારી બિરદાવી

મોરબી : મોરબીમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ દ્વારા સમાજના ભામાશાઓનો સન્માન સમારંભ સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાના પ્રમુખ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મહેમાનોનું સ્વાગત સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલે કરેલ હતું..

સતવારા જ્ઞાતિ સમાજ સમાજ સેવા મંડળનો અહેવાલ આપતા લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું હતું કે, આ મંડળ પંચાવન વર્ષથી કાર્યરત છે આ મંડળ દ્વારા દર મહિનાની પહેલી તારીખે સમાજના આર્થિક રીતે નબળા લોકોને અનાજ વગેરેની કીટ આપવામાં આવે છે. જેનો ખર્ચ દર મહિને રૂપિયા 60,000ની આસપાસ નો થાય છે, અત્યારે 125 કુટુંબોને આ મંડળ સહાય કરે છે. આ મંડળને વર્ષે 850 મણ અનાજ ,150 મણ ચોખા, 75 મણ મગ ,75 મણ ગોળ, તેમજ હોળી, સાતમ, દશેરા, દિવાળી વગેરે તહેવારો વખતે દાતાઓ પાસેથી કીટ બનાવીને પણ આપવામાં આવે છે. આ ખર્ચને પહોંચી વળવા આજે મંડળની 31 લાખ જેવી એફડી છે. તેમજ દર માસે -દર વર્ષે ફાળો આપતા દાતાઓ ,અનાજના રૂપમાં ફાળો આપતા દાતાઓ ,દરેક ધાર્મિક તહેવારોએ કીટનો ફાળો આપતા દાતાઓનું સન્માન દર વર્ષે કરવામાં આવે છે.

આ વર્ષે વર્ષ 2021- 22 ના દાતાઓનું ફૂલહાર ,સાલ અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે દેવજીભાઈ ચાવડાએ અન્નદાનના મહત્વ વિશે, હસમુખ ચાવડાએ દાતાઓને પ્રોત્સાહિત કર્યા, મનજીભાઈ કંઝારીયાએ દાતાઓને આવા કામમાં આગળ આવવા વિનંતી કરી, તો દાતાઓના પ્રતિનિધિ ધર્મેશભાઈ ડાભીએ આ પ્રવૃત્તિ કાયમી ચલાવવા માટે એફડી માં વધારો કરવાનો અનુરોધ કર્યો હતો. સાથે સાથે ટ્રસ્ટી કાનજીભાઈ ચાવડાએ ડાયાબિટીસ મટાડવાનો આયુર્વેદિક ઉપચારની વાત કરી, આ પ્રસંગે જ્ઞાતિના જુદા જુદા મંડળોના રોજમેળ લખી અને ઓડિટ કરાવતા લાલજીભાઈ જાદવનું અને ગણેશ સ્ટુડિયો- કાંતિભાઈ પરમારનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું કે, સમાજમાં જ્ઞાતિના અનેક મંડળો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે આવકાર્ય છે. તે સમાજના ઉત્કર્ષ માટે કરી રહ્યા છે તેમને અભિનંદન પાઠવેલ હતા. સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળનો દાતાઓને પ્રોત્સાહિત કરવા દર વર્ષે યોજાતા કાર્યક્રમમાં સર્વે દાતાઓ ,જ્ઞાતિના આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા, તેમને અભિનંદન પાઠવેલ હતા.

આ પ્રસંગે મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર ,મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર , સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ ,મંત્રી પ્રવીણભાઈ પરમાર , ટ્રસ્ટીશ્રીઓ રમણીકભાઈ પરમાર ,પ્રભુભાઈ નકુમ ,હરિભાઈ કંઝારિયા, મણીભાઈ પરમાર ,લક્ષ્મણભાઈ પરમાર ,કાનજીભાઈ ચાવડા, મનજીભાઈ ડાભી વગેરે આગેવાનો ઉપસ્થિત રહી, કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિભાઈ કંઝારિયા ,પ્રવીણભાઈ પરમાર , વિજયભાઈ પરમારે કરેલ હતું. ડો. લખમણભાઇ કંઝારિયાની યાદીમાં જણાવાયું હતું.

- text

- text