મોરબી : રવાપર ગામે કાલે બુધવારે વિનામુલ્યે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે

- text


મોરબી : આવતીકાલે બુધવારે રવાપર ગામે ઊમા હોલ ખાતે બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે.

6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપા આવતીકાલ તારીખ 19-10-22ને બુધવારના રોજ સાંજે 5:00 થી 8:00 વાગ્યા દરમ્યાન પીવડાવવામાં આવશે.

સુવર્ણપ્રાશનના ફાયદા:-

-રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

-યાદશક્તિમાં વધારો કરે છે.

-તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે.

-આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી.

-જે થાય છે તે ફાયદો જ થાય છે.

- text

કેમ્પનું રવાપર ગામના દાતા હિરેનભાઈ પટેલ તેમજ ચંદ્રકાંતભાઈ કોઠીયા દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

.

 

- text