ટંકારામા વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા આયુષ્યમાન કાર્ડનું વિતરણ

- text


ટંકારા : ટંકારા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરકરાયું હતુ. આ તકે તાલુકાના અગ્રણી નેતાઓ પદાધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ ટંકારા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા લાભાર્થીઓને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા જોડાઈને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના 50 લાખ જેટલા પરીવાર ને એકજ દિવસે આ યોજનાથી જોડવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના સદસ્યના પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા તેમજ ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો પ્રથમ દિપ પ્રાગટય કરી તાલુકાના અગ્રણી કિરીટ અંદરપા તાલુકા હેલ્થ ઓફિસર ભાસ્કર વિરસોડિયા મહિલા મોરચાના પદાધિકારી આરોગ્ય કર્મી સહિત અનેક આગેવાનો કાર્યકરો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

આ આરોગ્ય સુવિધામાં કાર્ડધારક સામાન્ય પરીવારને શારીરિક રીતે તકલીફ પડે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવુ પડે તો પાંચ લાખ સુધીની રકમ સરકાર દ્વારા દર્દીને સારવાર માટે આપવાની જોગવાઈ છે અને નાના પરીવાર માટે આ આશિર્વાદ સમાન પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કારગર નિવડયુ છે જેની ચોમેર પ્રસંશા પણ થઈ રહી છે એવા ઉમદા કાર્યનુ આજે લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text