66 ટંકારા બેઠક ઉપર સંજય ભટાસણાને આમ આદમી પાર્ટીની ટિકિટ

- text


ભુજ, નિકોલ, વ્યારા અને સાબરમતી સહિત વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરતી આમ આદમી પાર્ટી

ટંકારા : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા એડી ચોટીનો જોર લગાવી સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ ભુજ, સાબરમતી, વ્યારા સહિત વધુ 12 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાની 66 ટંકારા બેઠક ઉપર યુવા ઉદ્યોગપતિ અને શાંત, સરળ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા સમાજ સેવક એવા સંજય ભટાસણાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

66 ટંકારા પડધરી બેઠક ઉપર આમ આદમી પાર્ટી એ કડવા પાટીદાર સમાજના યુવા અગ્રણી સંજય ભટાસણાને મેદાનમાં ઉતાર્યા છે. વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક રાષ્ટ્રપુરુષના જન્મ સ્થાન એવા મોરબી જિલ્લાની ટંકારા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક નેતા અને સમાજ સેવાને સમર્પિત યુવા ઉદ્યોગપતિ સંજય ભટાસણાને ટિકીટ આપવામાં આવતા ટંકારા પંથકમાં ખુશીની લાગણી છવાઈ છે.

- text

ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય ખાતે ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર સિરામિક ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર તરીકે એક દસકાથી પ્રજા વચ્ચે રહયા બાદ આમ આદમી પાર્ટીમા જોડાઈ સંજયભાઈ ભટાસણાએ આપ સંગઠનને મજબૂત કરવા સતત જહેમત ઉઠાવી ગામે ગામ સક્રિય યુવા અગ્રણીઓની ફૌજ ઉભી કરી છે.

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે પણ હોદો ધરાવતા સંજયભાઈનો જન્મ તા. 07- 05- 1991ના રોજ ટંકારાના નાના એવા ધ્રુવનગર ગામે થયેલ છે. હાલ સંજયભાઈ ભટાસણાને 66 ટંકારા બેઠક માટે ટિકિટ મળતા ચોતરફથી મોબાઈલ નંબર 9879611672 ઉપર અભિનંદન મળી રહ્યા છે.

- text