સેપક ટકરાવ સ્પર્ધામાં મોરબી જિલ્લાના ખેલાડીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી : રાષ્ટ્રીય કક્ષાની સેપક ટકરાવ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સબ જુનિયર ભાઈઓ તથા બહેનોની સ્પર્ધામાં મોરબીના વિદ્યાર્થીએ સુંદર પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતની ટીમનો દેખાવ ઉત્કૃષ્ઠ રહ્યો હતો.

કર્ણાટકના બેલગામ જિલ્લાના ચંદ્રાગની શહેરમાં રાષ્ટ્રીય કક્ષાની સેપક ટકરાવ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સબ જુનિયર ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતની ભાઇઓની ટીમ રેગુ ઇવેન્ટ અને ડબલ્સ ઇવેન્ટમાંથી ડબલ્સ ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોચી હતી પરંતુ આસામની ટીમ સામે ક્વાર્ટરમાં પરાજય થયો હતો. ગુજરાતની ભાઈઓની ટીમમાં ડબલ્સ ઇવેન્ટમાં મોરબી જિલ્લાના પ્રણવ રોહિતભાઈ થડોડાએ ટીમ સાથે જોડાઈને સારું પ્રદર્શન કર્યું હતું અને ટીમને આ કક્ષાએ પહોંચાડવા તમામ પ્રયત્નો કર્યા હતા.

- text

પ્રણવ થડોડા ખાનગી સ્કૂલમાં ધો.૮મા અભ્યાસ કરે છે અને આગામી વર્ષોમાં આથી પણ સારું પરિણામ આવે તેના માટે અત્યાર થી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ગુજરાતની ટીમ સાથે ટીમ હેડ તરીકે મોરબીના જ સુમરા મુસ્તાક જોડાયેલા હતા. જેમણે આ કુલ ૨૮ સભ્યોને સાથે રાખી ગુજરાતની ટીમને માર્ગદર્શન આપ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી કુલ ૨૮ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની બહેનોની ટીમે ટીમ ઇવેન્ટમાં સમગ્ર ભારતમાં ત્રીજા નંબરે રહી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમજ રેગુ ઇવેન્ટમાં ગુજરાતની બહેનોની ટીમ કેરળ સામે ફાઈનલ મેચમાં હારી જતાં ટીમ રનર્સ અપ રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. ઈતિહાસમાં પ્રથમ વખત જ ટીમ ઇવેન્ટ અને રેગુ ઇવેન્ટમાં ગુજરાતની બહેનોની ટીમે આ સિદ્ધિ મેળવી છે.

- text