માળીયાના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરવાની શંકાએ બે પરિવાર વચ્ચે બઘડાટી

- text


બન્ને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધવાઈ

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરવામાં આવતો હોવાની શંકાએ બે પરિવારો વચ્ચે લાકડી, પાઇપ અને છુટ્ટા પથ્થરોના ઘા થતા આ મામલે માળીયા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા જયંતીભાઈ સોમાભાઈ ઉપાસરીયાના ભાભીનો આરોપી મનીષભાઈ મનસુખભાઈ ધોરકડીયા પીછો કરતો હોવાની શંકાએ તેને સમજાવવા જતા મનીષભાઈ મનસુખભાઈ ધોરકડીયા, શંકરભાઇ બીજલભાઈ શાકરીયા અને રમેશભાઈ વિડજીભાઈ ધોરકડીયા નામના ત્રણેય શખ્સોએ જપાજપી કરી ગાળો આપી સાહેદ કાંતીભાઈને પગમા તથા સાહેદ અશોકભાઈને માથામા છુટા પથ્થર વડે ઈજા પહોચાડી ફરિયાદીને માથામા લોખંડની પાઈપ વડે તથા શરીરે ઈજા પહોચાડતા માળીયા પોલીસે જયંતિભાઈની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૩૭,૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text

બીજી તરફ મનીષભાઇ મનસુખભાઇ ધોરકડીયાએ પણ માળીયા પોલીસ મથકમાં આરોપી જયંતીભાઇ સોમાભાઇ ઉપાસરીયા, અશોકભાઇ સોમાભાઇ ઉપાસરીયા તથા કાંતીભાઇ બચુભાઇ ઉપાસરીયા વિરુદ્ધ તેમના ભાભીનો પીછો કરતા હોવાની શંકા રાખી હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ , જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text