ટંકારાના છતર ગામે ગાળો બોલવાની ના પાડતા સગીર ઉપર હુમલો

- text


ત્રણ શખ્સોએ સગીરને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી

ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામે પાનની દુકાન પાસે ત્રણ શખ્સો જાહેરમાં ગાળો બોલતા હોય સગીરે ત્રણેયને ગાળો બોલવાની ના પાડતા માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ છતર ગામના દેવી પૂજક વાસમાં આવેલી પાનની દુકાને આરોપી પ્રવિણ દેવજીભાઈ પરમાર, યુવરાજભાઈ ભાઇલાલ પરમાર અને સોહન ભુપતભાઇ પરમાર જાહેરમાં ગાળો બોલતા હોય ત્યાં હાજર કિષ્નાભાઈ રાજેશભાઈ પરમાર નામના સગીરે અહીંથી બહેનો દીકરીઓ નીકળતા હોય ગાળો નહિ બોલવા કહેતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને સગીરને છાતી તેમજ પેટ અને માથાના ભાગે ઢીકાપાટુ માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

- text

- text