હળવદ તાલુકામાં ગેસ પાઇપ લાઈન પ્રોજેક્ટમાં ઓછા વળતરને લઈ 13 ગામના ખેડૂતોનો વિરોધ

- text


કંડલા-ગોરખપુર ગેસ લાઈન નાખવામાં મામૂલી વળતર વધારવાની માંગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું

હળવદ : કંડલા – ગોરખપર વચ્ચે ગેસ પાઈપલાઈન નાખવાના પ્રોજેક્ટમાં ખેડૂતોને મામૂલી વળતર ચુકવવામાં આવતું હોવાના આરોપ સાથે આજે હળવદ તાલુકાના 13 ગામના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવી હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતર ચૂકવવા માંગ ઉઠાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકામાંથી હાલમાં કંડલાથી ઉત્તરપ્રદેશના ગોરખપુર સુધીની ગેસ પાઈપલાઈન બિછાવવામાં આવી રહી છે. આઇએચબી કંપની દ્વારા થઇ રહેલી આ ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરીમાં ખેડૂતોને કંપની દ્વારા સાવ મામૂલી રકમનું વળતર ચુકવવામાં આવી રહ્યું હોવાથી હળવદ તાલુકાના 13 ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરી હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતર ચૂકવવા માંગ ઉઠાવી હતી.

- text

વધુમાં કંડલા-ગોરખપુર પાઈપલાઈન યોજના હેઠળ હાલમાં જુના દેવળીયા, પ્રતાપગઢ, ધનાળા, મયુરનગર, રાયસંગપુર, હળવદ, નવા ઘનશ્યામગઢ, જુના અમરાપર, નવા અમરાપર, ઇશનપુર, માલણીયાદ, ધણાદ અને રણમલપુર ગામના લોકોની જમીન વપરાશી હક્ક અંતર્ગત સંપાદન કરવામાં આવતી હોય આ 13 ગામના ખેડૂતોએ આજે જોરદાર વિરોધ કરી યોગ્ય વળતર ચુકવવાની માંગ દોહરાવી હતી.

- text