વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ યોજાયો

- text


વાંકાનેર : વાકાનેર તાલુકાના ઘીયાવડ ગામની પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ઘીયાવડ પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી નિમિતે શાળામાં મુખ્ય મહેમાન તરીકે કેળવણી નીરિક્ષક વાંકાનેર તથા વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, વાંકાનેર બીઆરસી કો ઓર્ડીનેટર મયુરરાજસિંહ પરમાર, કણકોટ સીઆરસી કો.ઓ. ઇર્ષાદભાઈ શેરાશિયા હાજર રહ્યા હતા અને બાળક સાથે બાળક બનીને નવરાત્રી રાસ ગરબામાં સામેલ થઈ શાળાના બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો.

શાળાના નવરાત્રી મહોત્સવમાં ધોરણ દીઠ બે બાળકોને ઇનામ ઘીયાવડ ગામના દાતા રાજદીપસિંહ પ્રદ્યુમ્નસિંહ ઝાલા તરફથી મહેમાનો અને શિક્ષકોના હસ્તે આપવામાં આવ્યા હતા.ઉપરાંત ધોરણ દીઠ એક પ્રોત્સાહક ઇનામ અને “મેકિંગ હાઉસ” સ્પર્ધાના વિજેતા બાળકોને આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા.આ તકે બીઆરસી, સીઆરસી અને કેળવણી નિરીક્ષકનું શાળા પરિવાર વતી ભેટ આપી ને સન્માન કરાયું હતું.ઉપરાંત બીઆરસી મયુરરાજસિંહ, યુવરાજસિંહનું શાળા પરિવાર તરફથી તથા ગામના આગેવાન પૃથ્વીરાજસિંહ ઝાલા (પોસ્ટ ઓફીસ સંચાલક) દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

- text

મહેમાનોએ શાળાના પ્રજ્ઞા વર્ગની મુલાકાત લઈને સારી કામગીરી માટે શુભેચ્છા પાઠવી હતી. ડીજે તરીકે આર.જે.બોસિયાભાઈએ સુંદર કામગીરી કરી હતી.કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા શિક્ષક નિરાલિબેન, કવિતાબેન, નમ્રતાબા, મીરલબેન અને દીનેશભાઈએ કરી હતી.

- text