ઉમિયા નવરાત્રી મહોત્સવમાં કાલે કૈલાશ ખેર ખેલૈયાઓને ડોલાવશે

- text


હવે બાકીના ચાર નોરતામાં રોજે રોજ ભારત અને ગુજરાતના નામાંકિત કલાકારો ખૈલૈયાઓને રાસ ગરબે રમાંડશે

વીજળીથી આત્મ નિર્ભર મોરબીના પ્રોજેકટનું પણ લોન્ચિંગ કરાશે

મોરબી : મોરબીમાં હાલ નવરાત્રી મહોત્સવમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ ભારે રંગત જમાવી રહ્યો છે. મોટી સંખ્યામાં ખૈલૈયાઓ મન મુકીને મોડી રાત સુધી રાસ ગરબે ઝૂમી રહ્યા છે. ત્યારે આજની યંગ જનરેશનને કઈક નવું જ અને અનોખી નજરાણું આપવા માટે ઉમિયા નવરાત્રી મહોત્સવ હવે બાકીના ચાર નોરતામાં સેલિબિટી ગીત સંગીતકારને ઇનવાઈટ કર્યા છે. જેમાં આવતીકાલે શનિવારે છઠા નોરતે બોલિવૂડના પ્રખ્યાત સિંગર કૈલાસ ખેર ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આવશે

- text

ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકોએ જણાવ્યું હતું કે આજની યંગ જનરેશન નવા અંદાજમાં રાસ ગરબે રમવાનું પસંદ કરે છે. સારા અને નામાંકિત કલાકારો હોય તો ખૈલૈયાઓને રાસ ગરબે રમવામાં મજા પડી જાય છે. પાંચ નોરતા સુધી જાણીતા સિંગરો સાથે ખેલૈયાને રાસ ગરબે રમાંડ્યાં છે. પણ હવે બાકીના ચાર નોરતામાં કઈક નવું હટકે આપવા માટે સેલિબિટી કલાકારોને ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આમંત્રિત કર્યા છે. જેમાં આવતીકાલે બોલીવૂડના અને વિશ્વ પ્રસિદ્ધ સિંગર કૈલાશ ખેર ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે અને તેઓ પોતાના આગવા અંદાજમાં ખૈલૈયાઓને રાસ ગરબે રમાંડશે. ત્યારબાદ રવિવારે ભારત તેમજ ગુજરાતી કલાકાર દિવ્યા કુમાર આવશે અને સોમવારે મહાઆરતી કરવામાં આવશે. જેમાં ગાયક કલાકારોની જોડી સચિન જીગર સાથે વાતચીત ચાલતી હોય તેઓ આવવાની શક્યતા છે. આમ બાકીના ચાર નોરતામાં સેલિબિટી કલાકારો આવશે.

ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકોએ જણાવ્યું હતું કે આવતીકાલે ‘આત્મનિર્ભર મોરબી’ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવનાર છે. ઉદ્યોગનગરી મોરબીમાં નાના-મોટા ઉદ્યોગો માટે નેચરલ ગેસ, કોલ અને ઇલેક્ટ્રિસિટી ખૂબ જરૂરી છે. ત્યારે આ પ્રોજેક્ટમાં ખાસ કરીને ઉદ્યોગોનું કામ સરળ બનાવવા આ ત્રણેય ફ્યુલના ઉત્પાદન બાબતે તથા વિવિધ ક્ષેત્રોમાં મોરબી આત્મનિર્ભર બને, તેવું આયોજન કરવામાં આવ્યું છે.

- text