મોરબી: સોખડા શાળામાં રાસોત્સવ યોજાયો

- text


મોરબી: માતૃશક્તિની આરાધના પર્વ નવરાત્રિમાં અનેક જગ્યાએ રાસ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. શાળાઓમાં પણ નવરાત્રિની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાની સોખડા શાળામાં વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાલીઓના તાલે દાંડિયાના તાલે ગરબે ઘૂમી જગત જનની જગદંબાની ભક્તિ અને શક્તિથી ઉજવણી કરી હતી.

આ આયોજનથી વિદ્યાર્થીઓમાં સમાનતા, એકતા, સમરસતા અને બંધુતાની ભાવના કેળવાઈ હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય બિંદીયાબેન રત્નોતર, તેમજ દિવ્યેશભાઈ અઘારા, કિરણબેન કાવર, આશાબેન ગોહેલ પ્રવાસી શિક્ષક તેમજ પ્રદીપભાઈ કુવાડિયા શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી અને બાળકો સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા.

- text

- text