વાંકાનેર શહેર ભાજપ માલધારી સેલના હોદ્દેદારોની નિમણૂક

- text


વાંકાનેર: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ બાદ વાંકાનેર શહેર માલધારી સેલના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.

વાંકાનેર શહેર ભાજપ માલધારી સેલના સંયોજક તરીકે હમીરભાઇ હણ, સહસંયોજક તરીકે કાનાભાઈ ગમારા અને સભ્ય તરીકે રાજેશભાઈ કરોતરા, ચેતનભાઇ તમારીયા, રમેશભાઈ બાર, દેવાભાઈ બાંભવા અને મેરાભાઈ ટોટાની નિમણૂક કરવામાં આવી છે.

- text

- text