પાંચ ગામડા પરેશાન ! 17 કિલોમીટરનો રોડ ચાર વર્ષે પણ પૂર્ણ ન થયો

- text


ચરાડવાથી સુરવદર સુધીના મંજુર રોડને ચાર વર્ષ થવા છતાં ઠેકાણા ન હોય પાંચ-પાંચ ગામના લોકો રજુઆત માટે કલેકટર પાસે દોડી ગયા 

મોરબી : હળવદ તાલુકાના ચરાડવાથી સુરવદર વચ્ચેનો 17 કિલોમીટર મુખ્યમાર્ગ વર્ષ 2018માં મંજુર થયો હોવા છતાં આજે ચાર-ચાર વર્ષથી થંભી જતા આ રસ્તાનો ઉપયોગ કરતા પાંચ-પાંચ ગામના લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા હોય તાકીદે રોડનું કામ પૂર્ણ કરવાની માંગ સાથે આજે કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવાથી સુરવદર વચ્ચેનો 17 કિલોમીટર મુખ્યમાર્ગ વર્ષ 2018માં મંજુર થયા બાદ કોઈપણ કારણોસર આ રોડનું કામ ચાલુ ન થતા આ માર્ગ ઉપર આવેલા નવા દેવડીયા, જુના દેવડિયા, સુરવદર, પ્રતાપગઢ અને ધુળકોટ ગામના લોકો વ્યાપાર, ધંધા કે દવાખાનાના કામ માટે આ રસ્તા ઉપરથી પસાર નથી થઇ શકતા. વધુમાં આજરોજ આ મામલે જુના દેવડિયા ગામના પ્રવીણભાઈ શામજીભાઈ જોટાણીયાની આગેવાનીમાં પાંચ ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી તાકીદે રોડ નું કામ પૂર્ણ કરાવવા માંગ ઉઠાવી હતી.

- text

- text