મોરબીમાં કાયમી કરવાની માંગ સાથે આજથી આઉટ સોર્સના કર્મીઓ હડતાલ ઉપર

- text


16 હજારનું કાયદેસરનું બિલ બનતું હોય પણ પગાર 4 થી 8 હજાર મળતો હોય વચ્ચે રૂપિયા ચાઉ થઈ જતા હોવાનો આક્ષેપ

સમાન કામ સમાન વેતનની માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નીર્ધાર

મોરબી : મોરબી જિલ્લામાં અલગ અલગ સરકારી કચેરીમાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતા આઉટ સોર્સના કર્મચારીઓએ વર્ષોથી વેતનમાં થતું શોષણ સામે અવાજ ઉઠાવ્યો પણ સરકારે દાદ ન દેતા અંતે હડતાલનું અમોઘ શસ્ત્ર અપનાવ્યું છે અને આજથી કાયમી કરવાની માંગ સાથે મોરબી જિલ્લાના તમામ આઉટ સોર્સના કર્મચારીઓ આજથી બેમૂદતી હડતાલ ઉપર ઉતરી ગયા છે અને સમાન કામ સમાન વેતનની માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.

મોરબી જિલ્લા પંચાયત, જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર સહિતની તમામ સરકારી કચેરીઓમાં, ડાઈવરો, ચોકીદાર, પટ્ટાવાળા તેમજ કોમ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજવતા આઉટ સોર્સ કર્મચારીઓને લાંબા સમયથી પગારમાં અન્યાય થઈ રહ્યો છે. આવા 250થી વધુ કર્મચારીઓ પાસે કામ પૂરતું લેવાય પણ સરકારના ધારા ધોરણ મુજબ વેતન મળતું નથી. આ કર્મચારીઓ કાયમી કરાયા ન હોય વેતન ઓછું અને કાયમી કર્મચારીઓને જે હક્ક હિસ્સા મળે છે તે સરકાર તરફથી મળતા નથી. કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતા આ કર્મચારીઓનું પગારનું બિલ રૂ.16 હજારનું બને છે. પણ તેમને પગાર 4થી 8 હજાર સુધીનો જ મળે છે. વચ્ચે બકીનો પગાર ચાઉ થઈ જતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

- text

આઉતસોર્સના કર્મચારીઓએ સરકારમાં અનેક રજુઆત કરી હતી અને છેલ્લે થોડા દિવસ પહેલા તંત્રને આવેદન આપીને તા.26 એટલે આજથી બેમુદતી હડતાલની ચીમકી આપી છે. તેમ છતાં સરકારે ગંભીરતાથી ન લેતા આજથી મોરબી જિલ્લાના તમામ આઉટ સોર્સના કર્મચારીઓ આજથી હડતાલ ઉપર ઉતરી ગયા છે અને જિલ્લા કલેક્ટર કચેરી બહાર સમાન કામ સમાન વેતન સહિતની માંગ સાથે આઉટ સોર્સ કર્મચારીઓએ બેનર દર્શાવી ઉગ્ર દેખાવ કરી કાયમી કરવા અને યોગ્ય પગાર સહિતના લાભો આપવાની માંગ કરી છે.

- text