મોરબીના વિશિપરામાં દૂષિત પાણી વિતરણ પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં હંગામો

- text


પાલિકા અને કાઉન્સિલરને ઘેરાવ કરતા સ્થાનિકો અને કાઉન્સિલર વચ્ચે ભારે ગરમા-ગરમી સર્જાઈ, કાઉન્સિલરે ઉગ્ર બનીને મારવા માટે હાથ ઉગામ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ, પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો

મોરબી : મોરબીના વિસપરા વિસ્તારમાં આવેલી મદીના સોસાયટીમાં દૂષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ સાથે મહિલાઓ સહિતના સ્થાનિક લોકોના ટોળાએ નગરપાલિકા ભારે હંગામો મચાવ્યો હતો. તેમજ નગરપાલિકા અને કાઉન્સિલરને ઘેરાવ કરતા મામલો બીચકાયો હતો.અને કાઉન્સિલર અને સ્થસનીકો વચ્ચે ભારે ગરમા-ગરમી સર્જાઈ હતી. જો કે કાઉન્સિલરે ઉગ્ર બનીને મારવા માટે હાથ ઉગામ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ મુક્યો હતો. અંતે પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતી મહિલા સહિતના સ્થાનિક લોકોનું ટોળું નગરપાલિકા કચેરીએ દોડી ગયું હતું. જ્યારે ચીફ ઓફિસર હાજર ન હોય સ્થાનિકોએ હેડ ક્લાર્ક સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરનું ગંધાતુ પાણી ભળી જતું હોય એમ દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે. આ દૂષિત પાણી પીવામાં તો ઠીક વાપરવામાં પણ કામ આવતું નથી. આવું દૂષિત પાણી પીવામાં ઉપયોગ કરીએ તો રોગચાળો વકરી શકે એમ છે અને ન્હાવા ધોવામાં પણ ઉપયોગ કરીએ તો ચામડીના રોગો થવાની પણ શકયતા છે. આ દૂષિત પાણી વિતરણને કારણે સ્થાનિક લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. તંત્રને અનેક રજુઆત કરી છે. પણ દરેક રજુઆતને ડૂચો વાળીને કચરા ટોપલીમાં નાખી દીધી હોય એમ આજ દિન સુધી આ ગંભીર સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોને પાલિકામાં મોરચો માંડવાની ફરજ પડી હતી.

- text

પાલિકાના હેડ ક્લાર્ક મહાવીરસિંહે લોકોની રજુઆત સાંભળીને તે વિસ્તારમાં ગંદુ પાણી કેમ આવે છે તે અંગે તેમની ટીમ તે સોસાયટીમાં કામ કરતી હોય પણ એનું સોલ્યુશન મળ્યું નથી. દરમિયાન આજે ભૂગર્ભ ગટરની ટીમ અને પાણી પુરવઠાને મોકલીને પાઇપલાઇનમાં ક્યાં લીકેજ છે તે શોધીને આ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ લાવશે તેવું જણાવ્યું હતું. તે દરમિયાન સ્થાનિકોએ તેમના વિસ્તારમાં કાઉન્સીલર અને પાલિકાને સ્થાનિકોએ ઘેરાવ કરતા આ બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાઉન્સીલર અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ થઈ ગયું હતું. બન્ને હાથપાઈ ઉપર ઉતરી આવે એ પહેલાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને પોલીસ કાઉન્સીલર અને ટોળાને જુદા કરી મામલો થાળે પાડ્યો હતો. જો કે સ્થાનિક લોકોએ કાઉન્સિલર પર મારવા માટે હાથ ઉગામ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

- text