હળવદમા માલીધારીઓએ રામધૂન બોલાવી પશુ નિયંત્રણ કાયદાનો વિરોધ

- text


હળવદ પંથકની 40 દૂધની મંડળી, તેમજ તમામ દુધના વેચાણ કેન્દ્રો અને કંપનીઓ અને ચાની તમામ લારી-હોટલો બંધ પાળી સમસ્ત માલીધારીઓ દૂધ ન વચેવાનો સત્યાગ્રહ કર્યો

માલધારીઓએ પદયાંત્રિકો, શાળાના બાળકો તેમજ ઝૂંપટપટીના બાળકો સહિત લોકોને દૂધ અને દૂધથી બનાવેલી જુદીજુદી વાનગી આપીને ખવડાવી

હળવદ : સરકારના પશુ નિયત્રણ કાયદા સામે માલધારીઓ એ મોરચો માડી આજે એક દિવસની દૂધ હડતાલ પાડી છે. ત્યારે મોરબી જિલ્લામાં પશુપાલન વ્યવસાય માટે મોખરના હળવદમાં તમામ માલધારીઓ એક બનીને આજે દૂધ ન વેચવાનો સત્યાગ્રહ કર્યો હતો. તેમજ માલધારી સમાજના યુવાનોએ સરા ચોકડી પાસે એકત્ર થઈને રામધૂન બોલાવી ભારે દેખાવો કરીને પશુ નિયત્રણ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.

હળવદ પંથક પશુપાલન વ્યવસાય માટે મોખરે હોવાથી પશુ નિયત્રણ કાયદાના વિરોધમાં દૂધ ન વેચવાનો સત્યાગ્રહને તમામ માલધારીઓ સમર્થન આપ્યું હતું. આ અંગે માલધારી સમાજના યુવા આગેવાનોએ જણાવ્યું હતું કે,હળવદ આવેલી 40 જેટલી દૂધ ઉત્પાદક મંડળીઓ, તમામ દૂધ પાર્લર, બહારની દૂધ કંપનીઓ અને તમામ માલધારી સમાજે આજે દૂધ નહિ વેચીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. હળવદ પંથકમાં આજે સંપૂર્ણપણે દૂધ વિતરણ વ્યવસ્થા બંધ રહી હતી. દૂધ જેવી આવશ્યકતા વસ્તુ બંધ રહેતા જનજીવન પર ભારે અસર કરી હતી.

- text

માલધારી સમાજના યુવાનોએ જણાવ્યું હતું કે, આજે દૂધ ન વેચીને અમે ગ્રામ્ય તેમજ શહેરના યુવાનો ભેગા થઈને સરા ચોકડીએ ધરણા કરવાના હતા. પણ અમારા ધર્મગૃરૂએ આવા વિરોધ પ્રદર્શન કે ઘર્ષણમાં ન ઉતરવાનું કહી માત્ર દૂધ સત્યાગ્રહ કરવાનું કહ્યું હતું. આથી અમે ધરણા કે વિરોધ પ્રદર્શન ન કરીને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા સરા ચોકડી પાસે રામધૂન બોલાવી હતી અને આ કાયદાનો વિરોધ કર્યો હતો. જ્યારે માલધારીઓએ આજે દૂધ ન વેચીને તેનો સદઉપયોગ કરી સેવકાર્યો કર્યા હતા. જેમાં માલધારીઓએ પદયાંત્રિકો, શાળાના બાળકો તેમજ ઝૂંપટપટીના બાળકો સહિત લોકોને દૂધ અને દૂધથી બનાવેલી જુદી-જુદી વાનગી આપીને ખવડાવી હતી.

- text