હળવદના વેગડવાવમાં અચાનક હાઈ વોલ્ટેજથી ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા

- text


ગ્રામ પંચાયતની મુદત પૂરી થઈ હોય હાલમાં વહીવટીદાર ગામના કામોમાં યોગ્ય ધ્યાન ન દેતા હોવાનો આક્ષેપ

હળવદ : હળવદ વેગડવાવ ગામે વારંવાર વીજ ધાંધિયા વચ્ચે આજે અચાનક હાઈ વોલ્ટેજ આવતા ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા. જ્યારે ગ્રામ પંચાયતની મુદત પૂરી થઈ હોય હાલમાં વહીવટીદાર ગામના કામોમાં યોગ્ય ધ્યાન ન દેતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

હળવદ વેગડવાવ ગામે આવેલ નવાપરા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી વારંવાર વીજ ધાંધિયાથી ગ્રામલોકો પરેશન થઈ ગયા છે. વારંવાર વીજળી ગુલ થઈ જાય છે અને વીજળી પરત ક્યારે આવે એ નક્કી જ નથી હોતું. અને વીજળી પરત આવે ત્યારે અચાનક જ વોલ્ટેજ વધી જતાં હોવાથી ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જાય છે. દરમિયાન આજે નવાપરા વિસ્તારમાં અચાનક વોલ્ટેજ વધી જતાં હેવી વોલ્ટેજથી પંખા, ટ્યુબલાઈટ, ટીવી, ફ્રીજ જેવા ઉપકરણ બળી જતા ગામલોકોએ વિજતંત્રને ફરિયાદ કરવા છતાં ધ્યાન ન દેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text

વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તેમની ગ્રામ પંચાયતની બોડીની મુદત પૂરી થઈ હોવાથી હાલ સતાનું સુકાન વહીવટીદાર પાસે છે. પણ તેઓ ગામના કોઈ કામમાં ધ્યાન દેતા નથી અને ગ્રામ પંચાયતની મુદત પૂરી થયાનો ઘણો સમય થયો હોવા છતાં નવેસરથી ચૂંટણી પણ યોજાતી નથી. આથી વહેલાસર ચૂંટણી યોજવાની માંગ કરી છે.

- text