મોરબીથી અદેપર ગામ સુધી સિટી બસ શરૂ કરવા માંગ

- text


મોરબી : મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા શરૂ થયેલી સિટી બસ સેવા અદેપર ગામ સુધી શરૂ કરવા અદેપર ગ્રામ પંચાયત દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

અદેપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને જણાવાયું છે કે, અદેપર ગામ મોરબી સાથે સ્થાનિક વ્યવહારથી સંકળાયેલું છે. જેથી સ્થાનિક લોકોને વાહન વ્યવહારની સુવિધા મળે તેથી સિટી બસ સેવા અદેપર ગામ સુધી શરૂ કરવામાં આવે. હાલ જે બસ લગધીરનગર (નવાગામ) સુધી આવી રહી છે તે બસનો રૂટ લંબાવીને અદેપર ગામ સુધી કરવામાં આવે તેવી અંતમાં માંગ કરવામાં આવી છે.

- text

- text