મોરબી જિલ્લામાં ડ્રેગન ફ્રુટનું વાવેતર વધારવા માટે સરકાર ખેડૂતોને સહાય અપાશે

- text


આઈ ખેડૂત પોર્ટલ પર ૧૫ મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

મોરબી : મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ડ્રેગન ફ્રુટનો વાવેતર વિસ્તાર વધારવા માટે સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર વાવેતર ૨૦૨૨-૨૩ માં પોતાની માલિકીની જમીનમાં વાવેતર કરેલ હોય તેવા સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ ૩,૦૦,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના ખેડુત માટે ખર્ચના ૭૫% કે મહત્તમ રૂ. ૪,૦૦,૦૦૦/હે પ્રતિ હેક્ટરની ૬,૦૦,૦૦૦- ની યુનિકોસ્ટ મર્યાદામાં મહત્તમ ૧ હેક્ટર માટેની સહાય આપવામાં આવશે.

- text

આ માટે જિલ્લાના તમામ બાગાયતી ખેડૂતોએ તા.15 ઓક્ટોબર સુધીમાં https://ikhedut.gujarat.gov.inઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૪ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text