ચલો બુલાવા આયા હૈ… મોરબી – કચ્છ હાઇવે ઉપર માતાના મઢ જવા પદયાત્રિકોનો ઘસારો

- text


દર અડધા કિમીના અંતરે પદયત્રિકો માટે સુવિધાઓથી ધમધમતા સેવા કેમ્પ

મોરબી : દેશના પશ્ચિમ સીમાડે આવેલા દેશદેવી માં આશાપુરા માતાજીનો અનેરો મહિમા છે… ખાસ કરીને નવરાત્રીમાં પદયાત્રાનું વિશેષ મહત્વ હોય સૌરાષ્ટ્ર-કચ્છ જ નહીં બલ્કે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ શ્રાદ્ધપક્ષમાં પદયાત્રા શરૂ કરે છે. આશાપુરા માતાના દર્શન કરવા માટે અનેક કષ્ઠો વેઠીને કઠિન પગપાળા યાત્રા કરતા આ પદયાત્રિકોની સેવા માટે મોરબી જિલ્લામાં હાઇવે ઉપર દર પાંચ કિમીના અંતરે સેવાભાવીઓ દ્વારા સેવા કેમ્પ નાખવામાં આવ્યા છે. પદયાત્રિકો માતાના દર્શન કરી શકે માટે સેવાભાવીઓ તેમની સેવા કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યો છે.

કચ્છ ખાતે બિરાજમાન આઈશ્રી આશાપુરા માતાના મઢે વર્ષોથી નવરાત્રી દરમિયાન પગપળા દર્શન કરવા જવાનું મહત્વ ખુબ વધ્યું છે. નવરાત્રી દરમિયાન કચ્છ માતાના મઢે આસપાસના વિસ્તારો તેમજ રોડ ઉપર પગ મુકવાની જગ્યા ન હોય તેટલી મેદની ઉમટે છે. હવે નવરાત્રી નજીક આવતા મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર માતાના મઢે જતા પદયાત્રિકોનો પ્રવાહ વધ્યો છે. ઘણા પદયાત્રિકો દૂર દૂરથી આવે છે. અમુક પદયાત્રિકો તો હજારો કિમિ દૂર બીજા રાજ્ય એટલે મુંબઈ, તામિલનાડુથી આવે છે.

ઘણા પદયાત્રિકો વૃદ્ધો તેમજ અમુક ચાલી ન શકે તેવા અશક્ત હોય છે. પણ દરેકના હૈયામાં હામ છે. આવા પદયાત્રિકો કહે છે અમને માતામાં એટલી અતૂટ શ્રદ્ધા છે કે, લાંબો પગપાળા પ્રવાસ ખેડવા છતાં થાક લાગતો નથી. પગમાં ફોલ્લા પડી જાય તો ચાલવાનું છોડતા નથી. આવા પદયાત્રિકોની સેવા માટે માતાના મઢ સુધી ઠેર-ઠેર સેવા કેમ્પ ધમધમી ઉઠ્યા છે. જેમાં ચા પાણી, નાસ્તો, પૌષ્ટિક આહાર, આરામ, રહેવા, નાહવા, મેડિકલ સહિતની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. મોરબી અને માળીયાના સેવાભાવીઓના હાઈવે ઉપર 50 જેટલા કેમ્પ ચાલુ છે.

- text

- text