એલા ભાઈ માથું ચડી ગ્યું ! મોરબીમાં દૂધ હડતાલમાં ચાય પણ ન મળતા બંધાણીઓ અકળાયા

- text


ગઈકાલે મોડી સાંજથી તમામ જગ્યાએથી દૂધ ન મળતા લોકોએ ભારે રઝળપાટ કર્યો, અનેક જગ્યાએ કંપનીના દૂધનું વિતરણ પણ બંધ

મોરબી : મોરબીમાં આજે દૂધ વિતરણ ઠપ્પ હોવાના કારણે દેકારો બોલી ગયો હતો દૂધ હડતાલમાં ચાય ના ધંધાર્થીઓ પણ જોડાતા હોટલની કડક મીઠી ચાયના બંધાણી ઘણા લોકોની સવાર ફિક્કી રહી હતી. મોટાભાગના માણસોને સવારે ચાય પીને પછી કામધંધે કે નોકરીએ જતા હોય છે પણ આજે દૂધ વિક્રેતાઓએ લગવા બંધ રાખવાની સાથે અનેક જગ્યાએ અમૂલ દૂધ ન મળતા દેકારો બોલી ગયો હતો.

મોરબીમાં ગતમોડી સાંજથી તમામ જગ્યાએથી દૂધ મળતું બંધ થઈ ગયું હતું. જેમાં અમુક લોકો વહેલાસર સંગ્રહાખોરીની જેમ દૂધ એકત્ર કરી લેતા ગઈકાલે સાંજે શેરીએ ગલીએ આવેલા દૂધ પાર્લર તેમજ ડેરી સહિત જ્યાં જ્યાં વિતરણ થતું હોય ત્યાં ત્યાં સ્ટોક ખલાસ થઈ જતા લોકોની લાઈનો લાગી હતી. આમ તો દૂધ કરીયાણાની દુકાનથી માંડીને શેરીએ ગલીએ આવેલ દૂધ પાર્લર, દૂધની ડેરી તેમજ વિસ્તારે-વિસ્તરે આવેલા ડીલર પાસે દૂધ આસાની મળી જતું હતું. લોકો મુખ્યત્વે અમૂલ કંપનીના દૂધનો ઉપયોગ કરે છે ડેરીએ મળતા છૂટક દૂધ ભાગ્યે જે કોઈ લે છે.

વધુમાં ગઈકાલે રાત્રીના 10 થી 11 વાગ્યા સુધી દૂધ માટે લોકો ભારે દોડાદોડી કરી હતી. કેટલાક લોકો બાઈક લઈને શેરીએ ગલીએ કરીયાણા અને દૂધની ડેરીએ દૂધ છે એમ પૂછતાં પૂછતાં છેક ગામમાં પહોંચી ગયા હતા પણ ક્યાંયથી દૂધ ન મળતા ખાલી હાથે પાછા ફર્યા હતા. દરમિયાન આજે સવારના 5 કે 6 વાગતાની સાથે ઘણા લોકો મજૂરી કામે કે નોકરી જતા હોય એ લોકો માટે તેમના પરિવારજનોએ વહેલી સવારમાં દૂધ માટે દોડાદોડી કરી હતી. પણ અમૂલનું દૂધ આવ્યું જ ન હતું જો કે નજીકમાં છૂટક દૂધ મળતા તેનાથી કામ ચલાવ્યું હતું. પણ દૂધ પાણી જેવું હોવાથી ચાયનો બરાબર ટેસ્ટ ન આવતા લોકોની સવારની ચાય બગડી હતી.

- text

લોકોએ અને ગૃહિણીઓએ જણાવ્યું હતું કે, આખા દિવસમાં કમસેકમ એક લીટરથી વધુ દૂધ એક પરિવાર માટે જોઈતું હોય છે. વડીલો માટે વારંવાર ચા બનાવવી તેમજ ઘરે આવતા મહેમાનોને ચા પાવી, બાળકોને સવારમાં નાસ્તા રૂપે દૂધ પીવડવું આ બધી જ દિનચર્યા આજે ખોરવાઈ ગઈ છે. આજે આખો દિવસ દૂધ વગર કેમ કાઢવો તે ગૃહિણીઓ માટે મોટી મુશ્કેલી છે. ઘણા બાળકો સવારે દૂધ પીધા વગર જ સ્કૂલે ગયા છે. આજે જ્યાં જ્યાં દૂધ મળતું હોય એવા શેરી ગલીથી લઈને દૂર સુધીના સ્થળે લોકોએ રઝળપાટ કર્યો પણ ખાલી હાથે પરત ફરવાની નોબત આવી છે.

બીજી તરફ આજે માલધારીઓની હડતાળને ચાયના ધંધાર્થીઓએ ટેકો આપવાની સાથે કેટલાક ચાય વાળાઓએ દૂધના અભાવે હોટલો બંધ રાખતા સામાન્ય માણસથી માંડીને વેપારીઓ, ઉધોગકારો, નોકરિયાત, કર્મચારીઓ, અધિકારીઓ અને મોટા વાણિજ્ય કોમ્પલેક્ષ, મોટા શો રૂમમાં લોકો આજે ચાય વગર હેરાન થઈ જશે, કારણ કે આખા દિવસમાં દરેક લોકોને ઘણીવાર ચાય પીવાની આદત હોય છે. ચાય ન મળે તો શરદર્દ અને મગજ કામ કરતું નથી.

- text