રાજકોટ હાઇવે ઉપર ગેરકાયદે ડિવાઈડર તોડી નંખાતા અકસ્માતોની વણજાર, સ્કૂલ બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ

- text


ગુજરાત ગેસના પમ્પ સામે ગેરકાયદેસર રીતે બાકોરું પડાતા ગેસ પુરાવવા આવતા વાહનુ ગમે ત્યારે પ્રગટ થઇ અકસ્માત નોતરે છે

મોરબી : રાજકોટ-મોરબી હાઇવે ઉપર શનાળા ગામ નજીક આવેલ ગુજરાત ગેસ કંપનીના પમ્પ સામે ગેરકાયદેસર રીતે રોડનું ડિવાઈડર તોડી નાખવામાં આવતા અહીં અકસ્માતો રોજિંદા બન્યા છે ત્યારે આજે આવા જ એક કિસ્સામાં ગેસ પુરાવીને આગળ પાછળ જોયા વગર વાહન ચાલકે હંકારી મુકતા આ વાહનને બચાવવા જતા સ્કૂલ બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. જો કે,સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ ન હતી.

અકસ્માતની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – રાજકોટ હાઇવે ઉપર શનાળા નજીક આવેલ ગુજરાત ગેસ કંપનીના પમ્પ સામે આજે સવારે બાળકોને લઈને જઈ રહેલા નાલંદા સ્કૂલની બસને અકસ્માત નડતા બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. આ અકસ્માતને કારણે થોડો સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે કોઈને ઈજાઓ થઈ ન હતી.

- text

વધુમાં આજની ઘટનાની જેમ આ સ્થળે અનેક અકસ્માતો થાય છે જે પાછળનું મુખ્ય કારણ અહીં હાઇવે ઉપર ગેરકાયદેસર રીતે ડિવાઈડર તોડી નાખવાનું હોવાનું લોકો જણાવી રહ્યા છે. અકસ્માતની આ ઘટના બાદ નાલંદા સ્કૂલના સંચાલક જયેશભાઇ ગામીએ જણાવ્યું હતું કે, ગેસ પમ્પમાંથી વાહન નીકળી સીધું જ આ કપાયેલ ડિવાઇડરમાંથી પસાર થવા જતા આ વાહનને બચાવવામાં બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. આ ગંભીર બાબતે શાળા દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવનાર હોવાનું પણ તેમને જણાવ્યું હતું.

- text