મોરબીમાં બસ સમયસર ન આવતા એબીવીપી સાથે વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન

- text


મોરબી : બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.તેથી ડેપો મેનેજરને અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા એબીવીપી સાથે વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કર્યું હતું.ત્યારબાદ તંત્ર દ્વારા બસના સમયની ખાતરી આપતા આંદોલન રોકવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા અનેક રૂટોની બસ સમયસર બસસ્ટેન્ડ આવતી ન હતી.તેથી વિદ્યાર્થીઓને અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.વિદ્યાર્થીઓ દ્રારા અનેક વાર એસટી વિભાગમા રજુઆત કરવામાં આવી પણ એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવતી નથી.

તેથી કેરાળી જતી બસ છેલ્લા મહિનાથી સમયસર ન આવતા વિદ્યાર્થીઓ તેમજ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરી એક કલાક સુધી બસો રોકી રાખી હતી.અંતે એસ.ટી.તંત્ર દ્વારા આગામી બે દિવસમાં બસ સમયસર શરૂની લેખિત ખાતરી આપતાં આંદોલન રોકવામાં આવ્યું હતું.આ આંદોલનમાં અન્ય ગામના વિદ્યાર્થીઓ સહિત સામાજિક સ્થાનિક આગેવાન , સરપંચ અને અન્ય લોકો પણ જોડાયા હતા. આગામી સમયમાં બસ સમયસર નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગ તંત્ર રહેશે એવી વિદ્યાર્થી હિતને ચીમકી આપવામાં આવી હતી.

- text



મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text