મોરબી માળીયાના ખેડૂતો દ્વારા પીપળીયા ચાર રસ્તા પાસે કાલે શનિવારે ધરણા

- text


આજે સરપંચોની આગેવાનીમાં ખેડૂતોએ મામલતદાર અને કલેકટરને અતિવૃષ્ટિથી પાકને થયેલું નુક્શાનું વળતર ચૂકવવા આવેદન આપ્યું

માળીયા : મોરબીના આમરણ ચોવીસીના ગામો અને માળીયા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે પાકને ભારે નુક્શાની થઈ છે. આથી સરકાર મોરબીના આમરણ ચોવીસીના ગામો તેમજ પીપળીયા ચાર રસ્તા પાસેના ગામો અને માળીયા તાલુકાને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરી ખેડૂતોના પાકને થયેલું નુકશાનીનું વળતર ચૂકવે તેવી માંગ સાથે આજે સરપંચોની આગેવાનીમાં ખેડૂતોએ માળીયા મામલતદાર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તેમજ આવતીકાલ શનિવારે મોરબી માળીયાના ખેડૂતો દ્વારા પીપળીયા ચાર રસ્તા પાસે કાલે શનિવારે ધરણા કરશે.

મોરબી જિલ્લાના માળિયા (મી) તાલુકાને લીલો દુષ્કાળ જાહેરકરીને ખેડૂતોને NDRF અથવાSDRF જોગવાઇ મુજબ સહાય આપવાની માંગ સાથે ખેડૂતોએ મામલતદાર અને કલેકટરને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, માળિયા (મી) તાલુકામાં ચાલુ વર્ષે ખુબજ બહોળો વરસાદ એટલે કે સીઝનનો અત્યાર સુધીમાં આશરે ૧૫૦% વરસાદ નીચે જણાવેલ ગામોમાં થવા પામેલ છે. સરકાર દ્વારા જે પહેલા સરકારી વિમા કંપનીઓ કાર્યરત હતી ત્યારે ખેડૂતો પોતાના ધિરાણની સાથે વિમા પ્રિમીયમ ભરતા હતા. આવા વધુ વરસાદ કે ઓછો વરસાદના કેશમાં તેઓને વિમો મળતો હતો. જેના થકી તેઓને થોડી આર્થિક રાહત મળતી હતી.

ખેડૂતો માટે તો દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારે નુકશાન થતું હોય છે. જુદા જુદા વિસ્તારની જમીનના પ્રકાર, ગુણવતા, લાક્ષણિકતા અલગ અલગ હોય છે. તે મુજબ અમારા માળિયા (મી) તાલુકામાં અમોએ આ પત્રમાં નીચે જણાવેલ ગામોની જમીનમાં ભુગર્ભ જળ તો છે પરંતુ દરિયો નજીક હોવાથી ખુબ જ ક્ષારયુકત પાણી હોય છે. જેનાથી સિંચાઇ થઇ શકે જ નહીં. બીજું કે જો થોડો પણ વધારે વરસાદ થાય તો જમીન પાણીને સંગ્રહી શકે નહીં. ખેતરોમાં પાણી ભરેલા જ રહે અથવા તો ખેતરમાં ના જઇ શકાય તેવી સ્થિતિ ઉત્પન્ન થાય. જેથી વાવેલા પાક માટે ખેતરમાં જવું શકય ના બને કે નવો પાક વાવવો પણ શકય ના બને અને અંતે લીલો દુષ્કાળ જ ખેડૂતોના નસીબમાં આવે. તેથી આ માળિયા (મીં) તાલુકાની કપરી પરિસ્થિતિમાં આ તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી અને વહેલામાં વહેલી તકે સર્વેની કામગીરી કરી અને ખેડૂતોને યોગ્ય વળતર ચુકવો એવી માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text