કચ્છના જિલ્લા સરકારી વકીલને લઈ જતી કારને સુરજબારી પુલ નજીક અકસ્માત, કોઈ જાનહાનિ નહિ

- text


પોલીસની ઇનોવા કારમાં પંચર પડતા સાઈડમાં પાર્ક કરી અને ટ્રેલર ચાલકે અકસ્માત સર્જ્યો, કારનો બુકડો બોલી ગયો

મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર સુરજબારીના પુલ નજીક કચ્છના જિલ્લા સરકારી વકીલ અને કેન્દ્ર સરકારના સ્પેશિયલ પીપીને લઈને જઈ રહેલ ઇનોવા કારને ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા કારનો બુકડો બોલી ગયો હતો. જો કે સદનસીબે અકસ્માત સર્જાયો ત્યારે કારમાં પંક્ચર પડ્યું હોય તમામ લોકો નીચે ઉતરી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ તા.14ની મોડીરાત્રીના ગાંધીનગર મિટિંગ પૂર્ણ કરી કચ્છ તરફ આવી રહેલ કચ્છ પોલીસની જીજે-18- જીએ – 1509 નંબરની ઇનોવા કાર સુરજબારી ચેક પોસ્ટ નજીક પહોંચતા ઇનોવા કારમાં પંક્ચર પડતા કાર ભુજ એમટી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવર અને આર્મડ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર હકમાભાઈ ચૌધરીએ કાર સાઈડમાં પાર્ક કરી દીધી હતી.

- text

વધુમાં આ સરકારી કારમા કચ્છના જિલ્લા સરકારી વકીલ અને કેન્દ્ર સરકારના સ્પેશિયલ પીપી કે.સી.ગૌસ્વામી અને તેમના કમાન્ડો હિતેશભાઈ જોશી પણ સાથે હતા. જો કે કારમાં પંક્ચર પડતા તમામ લોકો નીચે ઉતરી ગયા હતા તે સમયે જ ટ્રક ટ્રેઇલર નંબર આરજે – 52-જીએ- 8642 નંબર ના ચાલકે ઇનોવા કારને હડફેટે લઈ કાર પચીસથી ત્રીસ મીટર દૂર ફંગોળી દીધી હતી.

અકસ્માતના આ બનાવ અંગે ઇનોવા કારના ચાલક એવા કોન્સ્ટેબલ ભાવેશભાઈ હકમાભાઈ ચૌધરીએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text