વાંકાનેરમાં દવાખાને સારવાર લેવા ગયેલા વેપારીની ઇકો છુમંતર

- text


દવાખાના બહાર ગાડી પાર્ક કરી અને સારવારમાં દાખલ થયેલા વેપારીની ગાડી ચોરાઈ જતા ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં બીમાર પડેલા વેપારી સારવાર માટે ઇકો કારમાં ગયા બાદ દવાખાના દાખલ થયા અને પાછળથી હોસ્પિટલ નજીક જ પાર્ક કરેલી ઇકો કાર કોઈ અજાણ્યા તસ્કર ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં ચાવડી ચોકમાં ઓઝા શેરીમાં રહેતા યોગેશભાઈ અમ્રુતલાલ પુજારા નામના વેપારીની તબિયત નાદુરસ્ત હોય તેઓ ગત તા.28 ઓગસ્ટના રોજ વાંકાનેરની શ્યામ હોસ્પીટલમાં ઇકો ગાડી લઈ સારવાર માટે ગતા હતા.

- text

વધુમાં તેઓની તબિયત સારી ન હોય ડોકટર દવાખાનામાં દાખલ કરતા હોસ્પિટલ પાસે જ કાર પાર્ક કરી તેઓ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા હતા જેમાં તા.28ના મોડીરાત્રે તેમને દવાખાનાની બારીમાંથી જોતા કાર ન હોવાનું જણાતા તબિયત સ્વસ્થ થયા બાદ ગઈકાલે આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં રૂપિયા 3 લાખની કિંમતની કાર ચોરી થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text